રવિવાર, 22 એપ્રિલ, 2012

સૂરજદાદા આટલા ગરમ કેમ?





આબળબળતી ગરમીમાં સૂરજદાદાના આકરા તાપથી આપણે તપી જઈએ છીએ. ભરબપોરે તો એવું લાગે છે કે સૂર્ય જાણે આગનો ધગધગતો ગોળો ન બની ગયો હોય!
આપણને નવાઈ પણ લાગતી હોય છે કે સૂરજની અંદર આટલી ગરમી કેવી રીતે હશે? મિત્રો, વાસ્તવમાં સૂર્ય આગનો ધગધગતો ગોળો જ છે. તો ચાલો આજે એ વૈજ્ઞાનિક કારણ પણ જાણી લઈએ કે સૂરજદાદા આટલા કેમ તપે છે?
 તમે વિજ્ઞાનમાં હિલિયમ તથા હાઇડ્રોજન વાયુ વિશે ભણ્યા હશો. આપણા સૌર મંડળમાં સૂર્ય સૌથી મોટો છે અને તેમાં વધારે પ્રમાણમાં હાઇડ્રોજન તથા થોડા પ્રમાણમાં હિલિયમ ગેસનું પ્રમાણ પણ રહેલું છે. વળી સૂર્ય આપણી પૃથ્વી કરતાં ત્રણ લાખ ગણો ભારે છે. સૂર્યના કેન્દ્રમાં ઘણું દબાણ છે તથા તે મોટો હોવાને કારણે તેમાં વધારે પ્રમાણમાં ગુરુત્વાકર્ષણ બળ રહેલું છે. જ્યારે સૂર્યની ઉત્પત્તિ થઈ ત્યારે આ દબાણ ઉષ્મા ઉત્પન્ન થવાનું કારણ બન્યું. આ ઉષ્માથી હાઇડ્રોજન વાયુ બળવાની શરૂઆત થઈ. હાઇડ્રોજન સળગવાને કારણે એક ન્યુક્લિયર રિએક્શન ઊભું થયું. આ પ્રક્રિયા બાદ હિલિયમ ગેસનું નિર્માણ થયું.
આ સમગ્ર પ્રક્રિયા દરમિયાન ઉષ્મા, પ્રકાશ અને વિકિરણરૂપે ઊર્જાનું ઘણું મોટું પ્રમાણ નીકળે છે. આ ઊર્જાથી સૂર્ય ખૂબ ચમકે છે અને તેના કારણે જ આપણે તેની સામે જોઈ શકતા નથી. આ પ્રક્રિયામાં દરેક સેકન્ડે ૬૦૦ ટન હાઇડ્રોજન બળે છે. હાઇડ્રોજન બળે એટલે વળી પાછું ઉષ્મા, પ્રકાશ અને વિકિરણ છૂટા પડવાનું ચક્ર ચાલ્યા જ કરે છે અને સૂર્ય સતત ધગધગતો જ રહે છે.
દર સેકન્ડે ૬૦૦ ટન હાઇડ્રોજન બળતો હોવા છતાં સૂરજમાં હજી એટલો બધો હાઇડ્રોજન છે કે, હજી કરોડો વર્ષો સુધી સૂર્ય આટલો જ ગરમ રહેશે. હાઇડ્રોજનના બળવાથી ઉત્પન્ન થયેલી ઉષ્માને લીધે ગરમી પણ આપતો રહેશે.

શિંગડાંવાળો સાપ મટિલ્ડા



આ પણી આ પૃથ્વી પર અસંખ્ય પ્રકારના સજીવો રહે છે. અલગ અલગ આકારના અને રૃપરંગ ધરાવતા સજીવોનું પોતાનું આગવું મહત્ત્વ હોય છે. અહીં વાત કરીશું એક આવા જ નવા દેખાયેલા સાપ વિશે. કોઈ ઝેરી તો કોઈ બિન ઝેરી એમ સાપની તો અસંખ્ય પ્રજાતિઓ જોવા મળે છે, પરંતુ તાજેતરમાં ટાન્ઝાનિયાના જંગલમાંથી શિંગડાંવાળો સાપ મળી આવ્યો છે. શિંગડાં સાથે શરીર પર ભીંગડાં હોવાથી પણ આ સાપ અન્ય સાપથી અલગ પડી જાય છે.
મટિલ્ડાનો દેખાવ હેરત પમાડનારો છે. પીળા અને સહેજ કાળા રંગના ભીંગડાં ઉપરાંત ચમકતી બે લીલી આંખો તેના દેખાવને વધુ ભયાવહ બનાવે છે. આ સાથે જ બે અણીદાર શિંગડાં તો ખરાં જ. થોડા સમય પહેલાં વાઇલ્ડ લાઇફ પર સંશોધન કરતાં એક સંશોધકને પશ્ચિમ ટાન્ઝાનિયાના જંગલમાંથી આ મટિલ્ડા સાપ મળી આવ્યો હતો. તેના પર થોડો અભ્યાસ કરાયા પછી તેની માહિતી જાહેર કરવામાં આવી છે.
વાઇલ્ડ લાઇફ કન્ઝર્વેશન સોસાયટીના ડિરેક્ટર ટીમ ડેવેનપોર્ટ અને તેના બે સહાયકોએ મળીને આ નવી જાતિના સાપને શોધી કાઢયો છે. આ અંગે વાઇલ્ડ લાઇફ સંશોધક ટીમ ડેવેનપોર્ટે કહ્યું કે, આ સાપ એકદમ બિનઝેરી છે અને તેની સાથે રમત કરનારને કનડતો પણ નથી. સંશોધન દરમિયાન અમે આ સાપને મટિલ્ડા કહીને બોલાવતા હતા. ત્યાર બાદ આ જ તેનું નામ પડી ગયું. ડિરેક્ટર ટીમ ડેવેનપોર્ટના કહેવા પ્રમાણે આ અંગે વધુ તપાસ કરતાં આવા માત્ર ત્રણ સાપ જ મળી શક્યા છે. આફ્રિકાનું આખું જંગલ ખૂંદ્યા પછી પણ સંખ્યામાં વધારો થઈ શક્યો નથી. સંખ્યા ઓછી હોવાથી આ પ્રકારના સાપનું મહત્ત્વ પણ વધી જાય છે. વાઇલ્ડ લાઇફ કન્ઝર્વેશન સોસાયટી અનુસાર આ સાપની સંખ્યા કયા વિસ્તારમાં વધુ છે તેની ચોક્કસ માહિતી ન હોવાથી શિકારીઓના પંજામાંથી મટિલ્ડા સાપને બચાવી શકાતા નથી. આ વિશે વધુ સંશોધન કરવામાં આવી રહ્યું છે. વધુ માત્રામાં આવા સાપ અન્ય જંગલોમાં છે કે કેમ એની તપાસ હાથ ધરાઈ છે. શિંગડાં, ભીંગડાં ઉપરાંત એકદમ નિરુપદ્રવી સાપની આ અનોખી પ્રજાતિ ખરેખર જ અજોડ છે.

રવિવાર, 15 એપ્રિલ, 2012

ધોરણ- ૩ થી ૮ ના પરિણામ પત્રક



ધોરણ- ૩ થી ૮ ના પરિણામ પત્રક Excel sheet  Download

પરિણામ પત્રક -૨૦૧૨ (નવી મૂલ્યાંકન પદ્ધતિ પ્રમાણે ) ડાઉનલોડ કરવા ડાઉનલોડ પર ક્લિક કરો ત્યારબાદ નવી વિન્ન્ડો ખુલે તેમાં REGULAR  Download પર ક્લિક કરો.
(LMG ARUN) ફોન્ટ ઇન્સ્ટોલ કરવા...

શનિવાર, 14 એપ્રિલ, 2012

એક વિદ્યાર્થીએ લખેલો નિબંધ ..

  એક વિદ્યાર્થીએ  લખેલો  નિબંધ .......
એક દિવસ એક શાળાના શિક્ષિકાએ પોતાના વિદ્યાર્થીઓને કહ્યું કેચાલો બાળકો આજે તમે એક નિબંધ લખીને મને આપો. નિબંધનો વિષય છે — " જો ભગવાન તમને કાંઇ માંગવાનું કહે તો.. ઇશ્વરની પાસે તમે શું માંગશો ??? ” બાળકોએ તો ઉત્સાહમાં આવી નિબંધ લખી આપ્યો. ત્યારબાદ શિક્ષિકા તે નિબંધો ઘેર તપાસવા લઇ ગયા. સાંજે જ્યારે તે નિબંધો તપાસી રહ્યા હતા. ત્યાં તેમના પતિ રૂમમાં આવ્યા નેજોયું તો તે શિક્ષિકા રડી રહ્યા હતા. તેમણે પૂછ્યું, " કેમ શું થયું??? કેમ રડો છો??? ” શિક્ષિકાએ કહ્યું, " હું મારા વિદ્યાર્થીઓનાં નિબંધો તપાસું છું " તેમના પતિને એક કાગળ આપતા તે બોલ્યાં’ “ જુઓ, તમે પણ આ નિબંધ વાંચી જુઓ " તેમના પતિએ નિબં ધ વાંચ્યો. તેમાં તે બાળકે લખ્યું હતું — ” હે ઇશ્વર જો તારે મને કાંઈ આપવું જ હોય તો તું મને ... ટેલીવીઝન (ટી.વી.) બનાવી દે. હું તેનું સ્થાન ગ્રહણ કરવા માંગું છું. હું ટી.વીની જેમઘરમાં રહેવા માંગું છું. જેને માટે ઘરમાં ખાસ જગ્યા હોય. મારી આસપાસ મારાં કુટુંબનાં તમામ સભ્યો હોય. અને સાચ્ચે જ હું ગંભીર રીતે આ કહું છું જેથી મારાકુટુંબનાં તમામ સભ્યોનું હું મારા તરફ જ ધ્યાન ખેંચી શકું. તેઓકોઇ પણ ખલેલ પાડ્યા વગર મને એકચિત્તે સાંભળે અને કોઇ સવાલો નપૂછે. જ્યારે ટીવી બંધ હોય ત્યારે પણ લોકો જેમ તેની ખાસ સંભાળ રાખે છે તેમ મારી પણ સંભાળરાખે. જ્યારે પપ્પા કામ પરથી ઘેર આવે ત્યારે તેઓ સખત થાકેલા હોવા છતાં હું ટીવી બની ગયો હોવાથી મને તેમની કંપની મળી રહે. અને હુંમારી મમ્મી જ્યારે દુઃખી હોય કે ટેન્શનમાં હોય ત્યારે મને અવગણવાને બદલે મને જ જોવા ઝંખે. અને…… મારી સાથે રહેવા માટે મારા ભાઇબહેનો લડાલડી કરે. હું તેવું અનુભવવા માંગું છું કે બધીજ વસ્તુઓ એક બાજુએ મૂકીને કુટુંબનાં સભ્યો મારા માટે સમય ફાળવે અને છેલ્લે મને ટી.વી બનાવી દો જેથી હું મારા કુટુંબનેસુખ, આનંદ આપી શકું અને તેમનું મનોરંજન કરી શકું.” હે ભગવાન હું બીજું કાંઇ નથી માંગતો પણ ઇચ્છુંછું કે તમે મને ટી.વી બનાવી દો... શિક્ષિકાની આંખોમાંથી ચોધાર આંસુ વહી રહ્યાં હતાં. તેમના પતિ બોલ્યા, " હે ભગવાન !!! બિચારું બાળક !!!! કેવા ભયાનક માતા-પિતા છે !! ” શિક્ષિકા ચોધાર આંસુ સારતાં પોતાના પતિની સામે જોયું અને દયામણા અવાજે બોલ્યા, ” આ નિબંધ આપણા દીકરાએ લખેલો છે.”

અબ્રાહમ લિંકનનો આચાર્યશ્રી ને પત્ર

અબ્રાહમ લિંકને તેના પુત્રને સ્કૂલમાં મૂક્યો ત્યારે આચાર્યશ્રી ને કરેલી ભલામણો
આદરણીય શિક્ષકશ્રી,

==>>    હું જાણું છુ કે તેને શીખવવું પડશે કે બધા માણસો ન્યાય પૂર્વક વર્તતા નથી અને ઘણા બધા માણસો સાચા હોતા પણ નથી  એને એ શીખવજો કે સમાજમાં જેમ લુચ્ચા અને સ્વાર્થી માણસો હોય છે એમ સારા માણસો પણ હોય છે.  તેવી જ રીતે સમર્પણની ભાવનાવાળા આગેવાનો પણ હોય છે. એને એ પણ શીખવજો કે દુશ્મન હોય છે તો સાથે સાથે સારા મિત્રો પણ હોય છે.  હું જાણું છુ કે આપને આ શીખવતા  સમય લાગશે પણ બની શકે તો શીખવજો કે સાચી રીતે કમાયેલો ડોલર મફતમાં મળેલા પાંચ ડોલર કરતા અનેક ગણો કીંમતી છે અને ખેલદિલીથી હારતા શીખવજો અને જીતવાનો આનંદ માનવાનું પણ શીખવજો. 
==>> એને અત્યારથી જ બોધ આપશો કે  ગુંડાઓને મહાત  કરવા એ સહેલું છે. તમારાથી બની શકે તો તેને પુસ્તકોની આ દુનિયામાં તેને સમાજ આપજો એને થોડોક નિરાતનો સમય પણ આપજો કે જેથી તે શાંતિથી એકલો બેસીને આકાશમાં ઉડતા પક્ષીઓ, સૂર્યના પ્રકાશમાં ગણગણતી મધમાખીઓ અને સુંદર લીલીછમ ટેકરીઓ ઉપર ઉગેલા અનુપમ પુષ્પોનું શાશ્વત રહસ્ય શોધવાનો આનંદ માણી શકે. શાળામાં એને એટલું જરૂર શીખવજો કે પરીક્ષામાં ચોરી કરી પાસ થવું એના કરતા નાપાસ થવું એ ઘણું વધારે માનભર્યું છે. 
==>>બીજા બધા એના વિચારો ખોટા છે એમ કહે તો પણ જો એ ખરેખર માનતો હોય કે એના વિચારો ખરા છે, તો એમાં શ્રધ્ધા રાખી એને સારા માણસો સાથે આકરી રીતે વર્તવાનું શીખવજો. મારા પુત્રમાં એ શક્તિ પણ હોય કે જો બધા જ જયારે પવન પ્રમાણે બદલાતા હોય ત્યારે તે ટોળાને અનુસરવા ને બદલે તે એકલ વીર બની શકે. 
==>>એને બધાની વાત શાંતિથી સાંભળવાની ટેવ પાડજો, પણ એ શીખવજો કે તેમાંથી સત્યની ચાળણીમાંથી ચાળીને જ સારું હોય તે જ ગ્રહણ કરે. તમારાથી બને તો તેને દુ:ખ માં પણ હસતા શીખવજો, એને એ પણ સમજાવજો કે આંસુ પાડવામાં કોઈ શરમ નથી. વક્ર દૃષ્ટિ વાળામાણસને તરછોડવાનું અને ખુશામતિયાઓથી ચેતવવાનું પણ શીખવજો, એને પોતાની બુદ્ધી અને શક્તિ ની વધારેમાં વધારે કીમત ઉપજાવતા શીખવાડજો, પણ પોતાના આત્મા અને હૃદયને પૈસા માટે વેચી ન દે તેવું પણ શીખવજો.  ટોળાની બુમોથી ઝુકી ન પડે અને તે સાચો છે એમ માનતો હોય તો અડગ ઉભો રહી  લડત આપે તેવું શીખવાડજો એને પ્રેમથી સાંભરજો પણ વધુ પડતા લાડ લડાવી બગાડશો નહિ, કારણ કે અગ્નિમાંથી તપીને જ લોખંડ પોલાદ બને છે.  એને અહીષ્ણું બનવાની હિમત આપજો. અને તેનામાં શક્તિશાળી બનવાની ધીરજ પણ કેળવજો. પોતાની જીતમાં અડગ વિશ્વાસ રાખતા પણ શીખવજો કારણ કે તેથી જ માનવજાતમાં એને અડગ વિશ્વાસ આવશે. હું જાણું છુ કે આ બધું જ શીખવવું અતિશય મૂશકેલ  છે, પણ હું આપને વિનંતી  કરું છુ કે તમારાથી આ અંગે જે પણ કંઈ કરી શકાય તે જરૂર કરજો. 
                                                                                                                                                                                     ==>> અબ્રાહમ લિંકન

શુક્રવાર, 6 એપ્રિલ, 2012

PRAGNA GEET

PRAGNA GEET
બનીએ પ્રજ્ઞાવાન
આપણે બનીએ પ્રજ્ઞાવાન
પ્રજ્ઞા દ્વારા આપણા સૌનું
વિકસતું રહે જ્ઞાન .....(2)
આપણે બનીએ પ્રજ્ઞાવાન
હળીમળીને શીખીએ સૌએ
અસહાય ના કોઈ ....
સૌ સંગાથે વધીએ આગળ
એ જ ખરું અનુષ્ઠાન ....(2)
આપણે બનીએ પ્રજ્ઞાવાન
સોનું-ચાંદી-રૂપિયા-સત્તા
અઢળક હોય ભલે ને ...
જેની પાસે શિક્ષણ સાચું
એ જ ખરાં ધનવાન ...(2)
આપણે બનીએ પ્રજ્ઞાવાન
જીવન સાર્થક બનતું એનું
ધ્યેય છે જેની પાસે ...
દ્રઢ નિશ્વયથી વધતાં આગળ
એ જ ખરાં બળવાન ...(2)
                                                                            આપણે બનીએ પ્રજ્ઞાવાન