શુક્રવાર, 21 સપ્ટેમ્બર, 2018

તારીખ -૨૦/૦૯/૨૦૧૮ ફુલજીના મુવાડા પ્રાથમિક શાળા ના ધોરણ -૫ ના વિધાર્થીઓ ડિઝિટલ કલાસમા ગુજરાતી પાઠ શરદીના પ્રતાપે ભણ્યો અને રસપ્રદ શિક્ષણ લીધુ ડિઝિટલ કલાસ રૂમમા ઈકન્ટેન ધ્વારા રસપ્રદ શિક્ષણ


તારીખ -૨૦/૦૯/૨૦૧૮ ના રોજ અમારી વાઘજીપુર પે સેન્ટર શાળામા બાળ વિજ્ઞાન મેળાનુ શાળાના બાળ વૈજ્ઞાનિકો ધ્વારા આયોજન કરવામા આવ્યુ હતુ. જે જોવા માટે ફુલજીના મુવાડા પ્રાથમિક શાળાના ધોરણ ૬ થી ૮ ના તમામ બાળકો ગયા હતા.બાળકોને જુદા જુદા પ્રકારના પ્રયોગો જોવાની મજા પડી તથા વાઘજીપુર પે સેન્ટર શાળાના આચાર્યશ્રીએ બાળકોને જ્ઞાનકૂજ દ્વારા બાળકોને ડિઝિટલ શિક્ષણ કાર્ય કેવી રીતે આપવામા આવે છે તેની માહિતી પ્રોજેક્ટર દ્વારા રસપ્રદ રીતે આપી સાથે સાથે ૩ ડી ફિલ્મ પણ બાળકોને બતાવી જે જોવાની બાળકોને ખૂબ જ મજા પડી


ગુરુવાર, 15 માર્ચ, 2018

વિજ્ઞાન પ્રયોગ નિદર્શન અને સાધન પરિચય

આજરોજ અમારી શાળા મા વિજ્ઞાન અને ટેકનોલોજી વિષય આધારિત પ્રયોગ પ્રયોગ નિદર્શન અને સાધન પરિચય કાર્યક્રમ ગોઠવવામાં આવ્યો હતો. જેમાં બાળકોએ શિક્ષકોના માર્ગદર્શનથી પ્રયોગો કાર્ય અને વિજ્ઞાનના સાધનોનો પરિચય કર્યો હતો.

જેનો વિડીયો જોવા માટે નીચેની લીંક ઓપન કરો..

મંગળવાર, 13 માર્ચ, 2018

કવીઝ સ્પર્ધા

આજ રોજ અમારી શાળામાં ધોરણ 6-7-8 ના વિદ્યાર્થીઓ માટે સામાજિક વિજ્ઞાન વિષય આધારિત કવીઝ સ્પર્ધા યોજવામાં આવી..જુદી જુદી ચાર ટીમો બનાવવામાં આવી હતી જેમાં નહેરુ ટીમ વિજેતા થઈ હતી..સા.વિજ્ઞાન વિષય આ રીતે રસપ્રદ બનાવી શકાય..બાળકોને આ શૈક્ષણિક રમતમાં ખૂબ જ મજા આવી...