શનિવાર, 31 માર્ચ, 2012

કાઝીરંગા નેશનલ પાર્ક



કાઝીરંગા નેશનલ પાર્ક





ચાલો ફરવા
કાઝીરંગા નેશનલ પાર્ક આસામના ગોલઘાટમાં આવેલો છે. આ પાર્ક એક જ શિંગડું ધરાવતા ગેંડા માટે જાણીતું છે. આ ઉપરાંત વાઘ પણ જોવા મળે છે. ટાઈગર પ્રોટેક્ટેડ એરિયામાં આ પાર્કનો સમાવેશ થાય છે. પક્ષીઓની વિવિધ જાતો પણ અહીં અસ્તિત્વ ધરાવે છે. ૧૯૭૪માં આ પાર્કને નેશનલ પાર્ક જાહેર કરવામાં આવ્યો હતો. ૪૩૦ ચોરસ કિમી એરિયામાં આ પાર્ક ફેલાયેલો છે. કાઝીરંગા નેશનલ પાર્ક દ્વારા દર વર્ષે એલિફન્ટ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવે છે.

ભારતનો વિશાળ ડેમઃ તહેરી


 

ભારતનો વિશાળ ડેમઃ તહેરી



ભારતમાં ખેતી માટે, વીજળી માટે અને પાણીનો સંગ્રહ કરવા માટે જુદા જુદા ડેમનું નિર્માણ કરવામાં આવ્યું છે. તહેરી ડેમ આ બધાં ડેમમાં પહેલું સ્થાન ધરાવે છે. તે એશિયાનો સૌથી મોટો ડેમ છે. તો ચાલો આજે આ ડેમની શાબ્દિક મુલાકાત લઇએ...
તહેરી ડેમ ઉત્તરાખંડમાં ભાગીરથી નદી પર બાંધવામાં આવ્યો છે.
તહેરી ડેમ ભારતનો સૌથી વિશાળ ડેમ છે. આ ડેમની લંબાઈ ૫૭૫ મીટર છે, પહોળાઈ ૨૦ મીટર અને પટની પહોળાઈ ૧,૧૨૮ મીટર છે.
૨૬૧ મીટરની ઊંચાઈ ધરાવતો આ ડેમ ભારતમાં પહેલું સ્થાન અને વિશ્વમાં આઠમું સ્થાન ધરાવે છે.
૨૦૦૬માં આ ડેમના પહેલા ભાગનું કામ પૂરું કરવામાં આવ્યું હતું. જ્યારે બીજા બે ભાગ નિર્માણરત છે.
આ ડેમ ૧,૦૦૦ મેગાવોટ વીજળી ઉત્પાદન કરવાની ક્ષમતા ધરાવે છે.
જે સરોવરમાં ડેમનું પાણી સંગ્રહાય છે તે ૨.૬ ક્યુબિક કિમી વિસ્તારમાં સંગ્રહાય છે.
દહેરાદૂન અને ઋષિકેશથી હવાઈ માર્ગે અને રેલવે દ્વારા આ ડેમ જોવા માટે પહોંચી શકાય છે.

રવિવાર, 25 માર્ચ, 2012

                                          બાળગીત


મમ્મા ઢીંગલ ઢીંગલ ઢીંગલ ,
પપ્પા ઢીંગલ ઢીંગલ ઢીંગલ 
હું તો ઢીં...ગ...લી....(૨)
કપડાં ધો ધો કરું , મારા હાથ દુ:ખી જાય (૨) મમ્મા ઢીંગલ
પોતું કર કર કરું, મારી કમર દુ:ખી જાય (૨)
મમ્મા ઢીંગલ
કચરો વાળ વાળ કરું, મારા હાથ દુ:ખી જાય (૨) મમ્મા ઢીંગલ
ચૂલો ફૂંક ફૂંક કરું, મારી આંખો દુ:ખી જાય (૨) મમ્મા ઢીંગલ


બટુકભાઈ કેવડા હતા રે (૨)
બટુકભાઈ આવડા હતા રે (૨)
બટુકભાઈ કેમ કરી પાણી પીતા’તા
બટુકભાઈ ઘટર ઘટર,
બટુકભાઈ ઘટર ઘટર પાણી પીતા’તા ... બટુકભાઈ
બટુકભાઈ કેમ કરી ખાણું ખાતા’તા
બટુકભાઈ ભચડ ભચડ,
બટુકભાઈ ભચડ ભચડ ખાણું ખાતા’તા... બટુકભાઈ
બટુકભાઈ કેમ કરી કચરો કાઢતા’તા
બટુકભાઈ આમ કરી,
બટુકભાઈ આમ કરી કચરો કાઢતા’તા... બટુકભાઈ
બટુકભાઈ કેમ કરી કપડાં ધોતા’તા
બટુકભાઈ આમ કરી,
બટુકભાઈ આમ કરી કપડાં ધોતા’તા... બટુકભાઈ
 
 
એક ઢિંગલી સોહાણી લટકા-મટકા કરતી જાય (૨)
કાને કુંડળ પહેરીને, નાકે નથણી પહેરીને
લટકા-મટકા કરતી જાય (૨) 
હાથે કંગન પહેરીને, પગે ઝાંઝર પહેરીને
લટકા-મટકા કરતી જાય (૨) 
પગે સેંડલ પહેરીને, ખભે પર્સ ભેરવીને
લટકા-મટકા કરતી જાય (૨)
 
 

આવકારો મીઠો આપજે રે


એજી તારા આંગણીયા પૂછીને જે કોઈ આવે રે.
                           આવકારો મીઠો આપજે રે.
એજી તારે કાને રે સંકટ કોઈ સંભળાવે રે,
                           બને તો થોડું કાપજે રે...

માનવીની પાસે કોઈ માનવી ન આવે રે.
એજી તારા દિવસની પાસે રે દુખિયા આવે રે.
                           આવકારો મીઠો...

કેમ તમે આવ્યા છો ? એમ નવ કહેજે રે.
એજી એને માથું રે હલાવી હોંકારો તું દેજે રે.
                           આવકારો મીઠો...

‘કાગ’ એને પાણી પાજે, સાથે બેસી ખાજે રે,
એજી એને ઝાંપા રે સુધી તું મેલવા જાજે રે.
                           આવકારો મીઠો...

ગુરુવાર, 22 માર્ચ, 2012

                            અંગ્રેજી પ્રાર્થનાઓ  ડાઉનલોડ કરો 


               (૧)    સરવાળાના દ્રઢીકરણ માટે ક્રમિક સંખ્યાઓનો સરવાળો
  •  1 થી 10 ની તમામ ક્રમિક સંખ્યાઓનો સરવાળો કેટલો થાય?
 રીત- (1+10)  X 5 = 11 X 5 =55  
  • 1 થી 50  ની તમામ ક્રમિક સંખ્યાઓનો સરવાળો કેટલો થાય?
  રીત- (1+50)  X 25 = 51 X 25 =1275

           (૨) એકી સંખ્યાઓનો સરવાળો 

   દા.ત. 1 થી 17 સુધીની એકી  સંખ્યાઓનો સરવાળો  કેટલો થાય?

રીત- જેટલી એકી સંખ્યાઓ હોય તે ગણીને તેનો વર્ગ કરવો.

દા.ત. 1 થી 17 સુધીની એકી  સંખ્યાઓ 1,3,5,7,9,11,13,15,17 કુલ 9 સંખ્યાઓ થાય છે. તેથી 9 X 9= 81




મંગળવાર, 20 માર્ચ, 2012

                                મા- બાપ ને ભૂલશો નહિ .....


ભૂલો ભલે બીજું બધું, મા બાપને ભૂલશો નહિ
અગણિત છે ઉપકાર એના, એ કદી વિસરશો નહિ
પથ્થર પૂજ્યા પૃથ્વી તણા, ત્યારે દીઠું તમ મુખડું 
 એ પુનિત જનનાં કાળજ
 પથ્થર બની છુંદશો નહિ
કાઢી મુખેથી કોળીયા, મ્હોંમાં દઈ મોટા કર્યા
અમૃત તણાં દેનાર સામે, ઝેર ઉગળશો નહિ
લાખો લડાવ્યાં લાડ તમને, કોડ સૌ પુરા કર્યા
એ કોડના પુરનારના, કોડને ભૂલશો નહિ
લાખો કમાતા હો ભલે, મા બાપ જેથી ના ઠર્યા
એ લાખ નહિં પણ રાખ છે, એ માનવું ભૂલશો નહિ
સંતાનથી સેવા ચાહો, સંતાન છો સેવા કરો
જેવું કરો તેવું ભરો, એ ભાવના ભૂલશો નહિ
ભીને સૂઈ પોતે અને, સુકે સુવડાવ્યા આપને
એ અમીમય આંખને, ભૂલીને ભીંજવશો નહિ
પુષ્પો બિછાવ્યાં પ્રેમથી, જેણે તમારા રાહ પર
એ રાહબરના રાહ પર, કંટક કદી બનશો નહિ
ધન ખરચતાં મળશે બધું, માતા પિતા મળશે નહિ
પલ પલ પુનિત એ ચરણની, ચાહના ભૂલશો નહિ
.                                                                
                                                                    -સંત પુનિત 

શનિવાર, 17 માર્ચ, 2012

હાસ્યમેવ જયતે – જગદીશ ત્રિવેદી

 દાંતનો મહિમા માણસના જીવનમાં અનેરો છે. હસવાથી માણસના દાંતનું દર્શન થાય છે. આ દાંત જ્યાં સુધી હોય છે ત્યાં સુધી એની કિંમત સમજાતી નથી પણ દાંત જેવા એક પછી એક પડવા માંડે છે ત્યારે માણસને એનું મૂલ્ય સમજાવા માંડે છે.

બે મિત્ર સાથે ડેન્ટિસ્ટ થયા અને એક જ શહેરમાં, એક જ વિસ્તારમાં રોડની બન્ને બાજુએ સામસામે પોતાનાં ક્લિનીક શરૂ કર્યાં. એક દિવસ સાંજે બન્ને કૉફી પીવા એકઠા થયા ત્યારે એક દાકતર બોલ્યો કે આજે એક પેશન્ટ એવો આવ્યો કે એના જેવો હિંમતવાન દર્દી કોઈ જોયો નથી. એણે મને કહ્યું કે મારે ઈન્જેકશન લેવું નથી કે ઈથરનો સ્પ્રે પણ કરવો નથી. એટલું જ નહીં પરંતુ મારે તમારી ખુરશીમાં પણ બેસવું નથી. હું તમને ઊભા ઊભા જે દાઢ બતાવું તે પક્કડમાં પકડીને ખેંચી નાખો, હું ઊંહકારો પણ કરીશ નહીં. પેશન્ટના અવાજમાં વિશ્વાસનો રણકો જોઈને મને પણ હિંમત આવી ગઈ અને મેં ઊભા ઊભા એની દોઢડાહપણની દાઢ ખેંચી નાખી અને મારા આશ્ચર્ય વચ્ચે એણે ઊંહકારો પણ કર્યો નહીં. મને એની મર્દાનગી ઉપર માન થયું એટલે ફી પણ લીધી નહીં અને જવા દીધો. આ સાંભળીને બીજો દાક્તર બોલ્યો કે એણે પીળું ટીશર્ટ પહેર્યું હતું ? પેલા દાક્તરે કહ્યું કે હા, પણ તને કેવી રીતે ખબર પડી ? ત્યારે બીજો દાક્તર બોલ્યો કે એ મારે ત્યાં ઈન્જેકશન મરાવીને તારે ત્યાં દાઢ ખેંચાવી ગયો. મને ઈન્જેકશનનો ચાર્જ આપ્યો નહીં. એ આપણને બન્નેને મામા બનાવી ગયો !
એક યુવાનને ડેન્ટિસ્ટની દીકરી સાથે પ્રેમ થયો. પેલો દરરોજ હિંમત કરીને દાક્તર પાસે એમની દીકરીનો હાથ માગવા જાય પણ દાક્તરની ઑફિસમાં જઈને સામે બેસે ત્યારે હોઠ ખૂલે નહીં. એક દિવસ દાક્તરની પુત્રીએ પૂછ્યું કે આજે તેં મારા પપ્પા પાસે જઈને આપણા પ્રેમનો એકરાર કર્યો કે નહીં ? ત્યારે પેલો યુવાન બોલ્યો કે આજે પણ મારી હિંમત ચાલી નહીં અને વધુ એક દાંત પડાવીને આવતો રહ્યો. આ સાંભળીને યુવતી બોલી કે આમ ને આમ તેં ત્રીજો દાંત કઢાવી નાખ્યો. થોડા દિવસ આમ ચાલ્યું તો તું બોખો થઈ જઈશ. ત્યારે પેલો યુવાન બોલ્યો કે છેલ્લે ડેન્ચરનું માપ આપવા જઈશ ત્યારે તો સો ટકા પૂછી લઈશ.

આવી જ રીતે બીજા એક કિસ્સામાં એક દર્દીએ દાંત પડાવીને પાંચસોની નોટ આપી તો દાક્તરે બસો રૂપિયા કાપીને ત્રણસો પાછા આપ્યા. પેલા પેશન્ટે મોંમાં રૂના પૂમડા સાથે ગાલ ઉપર હાથ રાખીને પૂછ્યું કે એક દાંત પાડવાના તમે સો રૂપિયા જ ચાર્જ કરો છો અને મારા બસો રૂપિયા શા માટે લીધા ? ત્યારે દાક્તર બોલ્યો કે તમારી ચીસ સાંભળીને એક પેશન્ટ ઊભો થઈને બીજા દવાખાને જતો રહ્યો તેના સો રૂપિયા તમારી પાસેથી વસુલ કર્યા છે.
                                                                                                             સાભાર-readgujarati.com માંથી

શનિવાર, 10 માર્ચ, 2012

હૃદયની રચના અને સામાન્ય કામકાજની રૂપરેખા

છાતીમાં વચ્ચોવચ જરાક ડાબી બાજુએ આવેલું હ્રદય મુઠ્ઠી જેવડું હોય છે. હ્રદયનું વજન માત્ર ૨૫૦ થી ૩૦૦ ગ્રામ જેટલું હોય છે જે એક તંદુરસ્ત પુખ્ત માણસમાં દર મિનિટે પાંચ થી છ લીટર જેટલું લોહી રકતવાહીનીઓમાં ધકેલે છે.
હ્રદયની રચના બહુ અટપટી અને જટિલ હોય છે. ટૂંકમાં સમજવા માટે હ્રદયના બે મુખ્ય કામચલાઉ ભાગ પાડી શકાય : ડાબું હ્રદય અને જમણું હ્રદય. આ ડાબા અને જમણા ભાગમાં બીજાં બે-બે ખાનાં હોય છે જે કર્ણક અને ક્ષેપક તરીકે ઓળખાય છે. કર્ણકમાં લોહી પ્રવેશે છે અને ક્ષેપકમાંથી બહાર ફેંકાય છે. ડાબા હ્રદયના ક્ષેપકમાંથી ઓકિસજનયુકત લોહી આખા શરીરમાં રકતવાહિનીઓ દ્વારા પહોંચે છે. શરીરમાં દરેક જગ્યાએ લોહીમાંનો ઓકિસજન કોષો વાપરે છે અને બિનજરૂરી કાર્બન ડાયોકસાઇડ લોહીને પાછો આપે છે. કાર્બન ડાયોકસાઇડ ધરાવતું લોહી આખા શરીરમાંથી ભેગું થઇને મુખ્ય શિરા વાટે જમણા હ્રદયના કર્ણક સુધી પહોંચે છે. ત્યાંથી આ લોહી જમણા ક્ષેપકમાં જાય છે જે આ અશુદ્ધ લોહીને ફેફસાંમાં ધકેલે છે. ફેફસાંમાં, લોહીમાંથી કાર્બન ડાયોકસાઇડ બહાર નીકળે છે અને ઓકિસજન અંદર પ્રવેશે છે. અંતે, ઓકિસજનયુકત લોહી ડાબા કર્ણકમાં પ્રવેશે છે અને ત્યાંથી ડાબા ક્ષેપકમાં. આમ, હ્રદયના જમણા ભાગમાં અશુદ્ધ લોહી અને ડાબા ભાગમાં શુદ્ધ લોહી વહે છે. હ્રદયના કર્ણકોનુ કામ લોહીને ભેગું કરવાનુ છે અને ક્ષેપકોનુ કામ લોહીને બહાર ધકેલવાનુ છે.
બીજા શબ્દોમાં, જે રીતે મોટા મકાનમાં દરેકે દરેક માળ સુધી પાણી પહોંચાડવા માટે પંપ મૂકવો પડે છે, એજ રીતે આખા શરીરના દરેકે દરેક કોષને લોહી (અને લોહી વાટે ઓકિસજન, ગ્લુકોઝ વગેરે પોષક તતત્વો) પહોંચાડવા માટે કુદરતે જ હ્રદયરૂપી પંપ આપ્યો છે. ફરક એટલો જ છે કે મકાનમાં મૂકેલો પંપ ચાંપ દબાવવાથી ચાલુ થાય અને ચાંપ દબાવવાથી બંધ થાય, જયારે શરીરમાં આ પંપ (હ્રદય) ચોવીસે કલાક અને ત્રણસોને પાંસઠે દિવસ સતત ચાલ્યા જ કરે છે. જે દિવસે એ બંધ પડે એ દિવસે શરીર પણ કામ કરતું બંધ થઇ જાય છે. મકાનમાં મૂકેલ પંપ અને શરીરના પંપનો મુખ્ય તફાવત હવે પડે છે. મકાનમાં રાખેલ પંપ તો બધા માળ સુધી પાણી પહોંચાડી દે એટલે એનું કામ પૂરું થઇ જાય છે. જયારે હ્રદયના પંપનું કામ તો શરીરના કોષોને લોહી પહોંચાડયા પછી, પાછા ફરતાં અશુદ્ધ લોહીને ફેફસામાં શુદ્ધ કરવા મોકલી અને આ શુદ્ધ લોહી ફરીથી રકતવાહિનીઓમાં વહેવડાવવા સુધીનું હોય છે.
આમ, હ્રદય બે પંપનું બનેલું હોય છે. ડાબો પંપ શુદ્ધ (ઓકિસજનયુકત) લોહીને શરીરના કોષો સુધી ધકેલે છે અને જમણો પંપ અશુદ્ધ (કાર્બન ડાયોકસાઇડયુકત) લોહીને શુદ્ધ કરવા માટે ફેફસાંમાં ધકેલે છે.

દર્દ નામ કદી ન લે




ચોમાસે અજમો, લસણ ભલા
પણ, બારે માસ ત્રિફલા ભલા.

ખાય જે બાજરી ના રોટલા અને મૂળા ના પાન,
શાકાઆહારને લીધે , તે ઘરડા પણ થાય જવાન.

રોટલા, કઠોળ અને ભાજી, — તે ખાનારની તબીઅત તાજી,
મૂળો, મોગરી, ગાજર ને બોર, જે ખાય રાતે તે રહે ન રાજી.

હિંગ, મરચું અને આમલી, સોપારી અને તેલ,
શોખ હોય તો પણ, સ્વાસ્થ્ય માટે પાંચે વસ્તુ મેલ.

આદુ રસ ને મધ મેળવી, ચાટે જો પરમ ચતુર,
શ્વાસ, શરદી, અને વેદના, ભાગે તેના જરૂર.

ખાંડ, મીઠું અને સોડા, એ ત્રણ સફેદ ઝેર કહેવાય,
નિત ખાવા-પીવામાં એ વિવેકબુદ્ધિથી જ વપરાય.

ફણગાવેલા કઠોળ જે ખાય, તે લાંબો, પોહળો અને તગડો થાય
દૂધ-સાકર, એલચી, વરીયાળી અને દ્રાક્ષ, એ ગાનારા સૌ ખાય

લીંબુ કહે: હું ગોળ ગોળ, ભલે રસ છે મારો ખાટો,
સેવન કરો જો મારું તો, પિત્ત ને મારું હું લાતો.

ચણો કહે: હું ખરબચડો, પીળો પીળો રંગ જણાય,
ચણા દાળ ને ગોળ જે ખાય, તે ઘોડા જેવો થાય.

મગ કહે: હું લીલો દાણો અને મારે માથે ચાંદુ,
જો બે ચાર મહીના ખાય તો માણસ ઉઠાડું માંદુ

કારેલું કહે: કડવો, કડવો હું અને મારે માથે ચોટલી,
રસ જો પીએ મારો, ડાયાબીટીસની બાંધુ ચોટલી

આમલી કહે: મારામાં ગુણ એક જ, પણ અવગુણ છે પુરા ત્રીસ
લીંબુ કહે: મારામાં અવગુણ એક નહીં, પણ ગુણ છે પુરા વીસ

ઉનાળો જોગીનો, શિયાળો ભોગીનો ને ચોમાસુ રોગીનું,
શાકાઆહારી જે જન રહે, દર્દ નામ કદી ન લે એ જોગીનું.

ગુરુવાર, 8 માર્ચ, 2012

કેલરી એટલે શું ?


કેલરી એટલે શું ?
ભૌતિક શાસ્ત્રની વ્યાખ્યા પ્ર્રમાણે એક ગ્રામ પાણીનું તાપમાન એક ડીગ્રી સે. જેટલું વધારવા માટે વપરાતી શક્તિને કેલરી (calorie) કહેવામાં આવે છે. આપણા શરીરમાં થતો શક્તિનો સંચય અને વપરાશ કેલરીમાં જ માપવામાં આવે છે. જોકે શરીરમાં કેલરીના ફેરફાર એટલા મોટા પાયે થતા હોય છે કે સાદો કેલરીનો માપદંડ નાનો પડે છે એટલે એક હજાર કેલરીનો એક એકમ - કિલોકેલરી વાપરવામાં આવે છે. આ કિલોકેલરી અંગે્રજીમાં ક.ચઅલદ્વરાઇ અથવા કેપિટલ 'સી લખેલ છઅલદ્વરાઇ તરીકે લખાય છે.
આપણે ઘણી વાર અમુક 'કેલરી કો(ન્શયસ લોકોને એવું બોલતાં સાંભળીએ છીએ કે 'ના, હું આઇસ્ક્રીમ નહીં ખાઉં, એમાં ખૂબ કેલરી આવે અથવા તો 'કેલરી ઓછી કરવા માટે મેં તળેલું ખાવાનું છોડી દીધું છે વગેરે...તો અમુક ખોરાકમાં વધુ કેલરી છે અને અમુકમાં ઓછી એવું નકકી કઇ રીતે થાય? ખોરાકનાં ઘટકોમાંથી આપણું શરીર શક્તિ મેળવે છે અને આ શક્તિને આપણે કેલરીના એકમથી માપીએ છીએ. અત્યાર સુધી થયેલા અભ્યાસો જણાવે છે કે માણસને શક્તિ પૂરી પાડી શકે એવાં ત્રણ મુખ્ય ઘટક હોય છે- પ્રોટીન, ચરબી અને શર્કરા.
દર એક ગ્રામ પ્રોટીન કે એક ગ્રામ શર્કરાનું સંર્પૂણ દહન થાય ત્યારે ચાર કિલોકેલરી શક્તિ શરીર મેળવી શકે છે. જ્યારે એક ગ્રામ ચરબીનાં દહનથી આશરે નવ કિલોકેલરી મળે છે, એટલે કે ચરબીમાંથી મળતી કુલ શક્તિ શર્કરા કે પ્રોટીનમાંથી મળતી શક્તિથી બમણાથીય વધારે હોય છે. એટલે જ ઘી, તેલ, તળેલા પદાર્થ, માખણ, મલાઇ, આઈસ્ક્રીમ વગેરે ચરબીયુક્ત પદાર્થો વધુ કેલરી વાળા ગણાય છે.
આ રીતે દરેક ખાદ્ય-પદાર્થનું રાસાયણિક પૃથ્થકરણ કરીને જાણી શકાય છે કે એમાં શક્તિદાયક ચરબી, પ્રોટીન કે શર્કરાનું પ્રમાણ કેટલું છે. આવા પૃથ્થકરણને આધારે દરેક ખાદ્ય-પદાર્થમાંથી કેટલા કીલોકેલરી શક્તિ મળે એનું કોષ્ટક પણ તૈયાર મળે છે. આવું કોષ્ટક વાપરીને રોજ-બરોજની વાનગીમાં આવતી કેલરીનું માપ કાઢી એને આધારે ખોરાકની પસંદગી કરી શકાય. છેલ્લા પાને આપેલ કોષ્ટકની મદદથી માણસ પોતાને માટે અનાજ-કઠોળ, શાકભાજી વગેરેમાંથી મળતી કેલરી, ચરબી, રેસા વગેરે જાણીને યોગ્ય ખોરાકનું આયોજન કરી શકે છે.
જુદી જુદી વાનગીઓમાં રહેલી કેલરી કેવી રીતે ગણવી ?
ખોરાકની જુદી જુદી વાનગીમાં રહેલ કેલરી ગણવા માટે સૌથી પહેલાં એ વાનગી બનાવવાની રીત જોઇએ. એટલે કે એક પ્લેટ વાનગી બનાવવા માટે કેટલા ગ્રામ કઇ-કઇ સામગ્રી જાઇએ એનો અંદાજ કાઢવો પડે. એ પછી આ દરેક પદાર્થની કેલરી કોષ્ટકની મદદથી ગણવી પડે અને પછી દરેક ખાદ્ય-પદાર્થમાં રહેલ કેલરીનો સરવાળો કરી જાણી શકાય કે એક પ્લેટ વાનગીમાં આશરે કેટલી કેલરી મળે. ઉદાહરણ તરીકે, ૨૦ ગ્રામ રોટલી કે જેમાં આશરે ૧૫-૧૭ ગ્રામ ઘઉંનો લોટ (૫૫-૬૦ કિ.કેલરી) અને ૨-૩ ગ્રામ ઘી-તેલ (૨૭ કિ.કેલરી) ૨-૩ ગ્રામ પાણી વપરાય તો કુલ આશરે ૮૦-૯૦ કિ.કેલરી શક્તિ આપે. આ જ પદ્ધતિથી દરેક ખાદ્ય વાનગી માટે કેલરીની ગણતરી થઇ શકે. કેટલીક રોજિંદા વપરાશની વાનગીઓમાંથી મળતી કેલરીનું પ્રમાણ સાથેના કોષ્ટકમાં આપ્યું છે, પરંતુ પ્લેટ-ગ્લાસ વગેરેના આધારે કરેલ આ ગણતરી માત્ર કેલરીનું અંદાજિત પ્રમાણ જણાવી શકે છે. જેનાથી કેલરીનું આશરે પ્રમાણ જાણી શકાય પણ ચોકકસ પ્રમાણ તો દરેક પ્લેટ-ગ્લાસના માપ મુજબ બદલાયા જ કરે છે.
 તૈયાર વાનગીઓમાં કેલરી
વાનગી
વજન
(ગ્રામ)
શક્તિ
(કિ.કેલરી)
કાર્બોહાઇડ્રેટ
(ગ્રામ)
પ્રોટીન
(ગ્રામ)
ચરબી
(ગ્રામ)
રોટલી (ઘી વગર)
૨૫
૯૦
૧૮
૦.૪
રોટલો (ઘી વગર)
૧૦૦
૪૪૦
૬૯.૫
૧૧.૬
ભાખરી (મોણવાળી)
૫૦
૧૬૬
૨૫
૪.૧
પૂરી
૧૫
૭૦
૧૦
૧.૫
૩.૫
ભાત (૧ વાટકી)
૫૦
૧૭૫
૩૯
૩.૪
૦.૩
ખીચડી
૧૦૦
૨૧૫
૪૫.૩
૬.૬
૧.૩
દાળ (૧ વાટકી)
૧૫૦
૮૪
૧૫
૦.૪
કઠોળ (૧ વાટકી)
૫૦
૧૬૯
૨૮
૧૨
૦.૬
શાક (બટાકા)
૧૦૦
૧૪૨
૨૨.૬
૧.૬
૫.૧
શાક (ભીંડા)
૧૦૦
૧૬૧
૧૨.૧
૩.૯
૧૦.૭
શાક (કોબી)
૧૦૦
૯૯
૫.૫
૨.૨
૭.૬
છાશ (૧ ગ્લાસ)
૨૦૦
૩૦
૧.૬
૨.૨
ચા (૧ કપ)
૧૫૦
૭૮
૨.૭
૨.૧
૩.૨
ખાખરો (ઘી સાથે)
૨૫
૧૦૪
૧૫
૧.૬૫
૪.૨
જે રીતે શરીરને મળતી શક્તિનું માપ ખાદ્ય-પદાર્થો દ્વારા મળતી કેલરીથી ગણાય છે એ જ રીતે શરીર દ્વારા વપરાતી શક્તિ વિવિધ ક્રિયાઓ કરવા પાછળ ખર્ચાતી કેલરીથી ગણી શકાય છે.
આપણે કોઇ પ્રવૃત્તિ કર્યા વગર શાંતિથી ઊંઘતા હોઇએ ત્યારે પણ શરીરનું કારખાનું તો ચાલુ જ હોય છે અને આઠ કલાકની ઊંઘ દરમ્યાન આશરે ચારસોથી પાંચસો કિ.કેલરીનો વપરાશ થાય છે. આ ઉપરાંત ઘરે ઉઠ-બેસ, તૈયાર થવામાં, વગેરે જેવાં ખાસ કામ વગરના તબકકામાં પણ આશરે હજાર થી બારસો કિ.કેલરી વપરાય છે અને બાકીના આઠ કલાક (કામના કલાકો) દરમ્યાન કામના પ્રકારને આધારે શક્તિ વપરાય છે. એક સરેરાશ માણસ બેઠાડુ કામ પાછળ આઠ કલાકમાં હજાર થી બારસો કિ.કેલરી ખર્ચે છે. આમ, ચોવીસ કલાક દરમ્યાન એક બેઠાડુ માણસ ૨૦૦૦ થી ૨૪૦૦ કિ.કેલરી જેટલી શક્તિ વાપરે છે.
જુદી જુદી પ્રવૃત્તિઓ પાછળ વપરાતી શક્તિનો સાચો અંદાજ વ્યક્તિના વજન પરથી જ મળી શકે છે. સાથેના કોષ્ટકમાં આશરે ૬૦ કિલોગ્રામ વજનની વ્યક્તિમાં શક્તિ વપરાશનું પ્રમાણ આપેલ છે, જે કસરતના આયોજનમાં ખૂબ ઉપયોગી થઇ શકે છે.
જુદી જુદી પ્રવૃત્તિઓમાં શક્તિ વપરાશ 
ક્રિયા
કિ.કેલરી
/કલાક
ક્રિયા
કિ.કેલરી
/કલાક
સુતાં-સુતાં
૬૦
દાદરા ઉતરતાં
૪૯૦
બેઠાં-બેઠાં
૯૦
દાદરા ચઢતાં
૭૨૦
ઊભાં-ઊભાં
૧૪૦
જોગિંગ (૧૦ કિ.મી./કલાક)
૮૦૦
ગાડી ચલાવતાં
૧૮૦
દોડતાં (૧૬ કિ.મી./કલાક)
,૨૬૦
ઘર-કામ
૨૧૦
ડા(ન્સંગ
૪૯૦
લટાર મારતાં / બાગ-કામ
૩૦૦
ટેનિસ
૫૦૦
ચાલતાં (૫.૫ કિ.મી./કલાક)
૩૦૦
તરતાં
૩૬૦
ચાલતાં (૧૦ કિ.મી./કલાક)
૬૦૦
તરતાં (બ્રેસ્ટ સ્ટ્રોક)
૭૮૦
સાઇક્લિંગ (૧૦ કિ.મી./કલાક)
૨૫૦
દોરડાં કુદતાં
૭૮૦