શનિવાર, 25 ઑગસ્ટ, 2012

• ગુજરાતના અભયારણ્યો •

દફતરો ક્યાં સુધી સાચવવા

કાયમી સાચવવાના દફતરો

૧. ઉમરવારી અથવા વયપત્રક
૨. ડેડોસ્ટોક રજીસ્ટર
૩. આવક  રજીસ્ટર
૪. જાવક  રજીસ્ટર
૫. સિક્કા  રજીસ્ટર
૬. કાયમી હુકમોની ફાઈલ
૭. પગાર બિલ 

૩૪ વર્ષ સુધી સાચવવાનાં  રજીસ્ટરો

૧.  અન્યશાળામાંથી આવેલ શાળા છોડ્યા પ્રમાણપત્રો ફાઈલો
૨. વાલી સ્લીપ ફાઈલ
૩. શાળાની આવક જાવક ફાઈલ
૪. વાઉચર ફાઈલ
૫. વિઝીટ બૂક 
૬. સુચના બૂક 
૭. કન્ટીજન્સી હિસાબ
૮. શાળા ફંડ હિસાબ 
૯. કન્ટીજન્સી વાઉચર ફાઈલ
૧૦. શાળા ફંડ  વાઉચર ફાઈલ

૧૦ વર્ષ સુધી સાચવવાની ફાઈલો

૧.  ફરજીયાત બાળકોની વસ્તી ગણતરીનું રજીસ્ટર 
૨. બાળકોને વહેચવાની વસ્તુઓની વહેચણી પત્રકોની ફાઈલ
૩. સ્ટોક રજીસ્ટર 
૪. શિષ્યવૃતિ વહેચણી પત્રકની ફાઈલ

૫ વર્ષ સુધી સાચવવાની ફાઈલો

૧.  શિક્ષકોનું હાજરી પત્રક 
૨. બાળકોનું  હાજરી પત્રક 
૩. પરિણામ પત્રક 
૪. લોગબુક 
૫. ટપાલ બૂક 
૬. પરચુરણ પરીપત્રકોની ફાઈલ
૭. માસિક પત્રકોની ફાઈલ
૮. અભ્યાસક્રમ ફાળવણીની ફાઈલ
૯. ચાર્જ રીપોર્ટની ફાઈલ
૧૦. શાળા પુસ્તકાલય ઈસ્યુ રજીસ્ટર 
૧૧. વાલી સંપર્ક રજીસ્ટર 
૧૨.સસ્થાકીય આયોજન ફાઈલ

૧ વર્ષ સુધી સાચવવાની ફાઈલો

૧.  શેક્ષણિક કાર્યની દેનિકનોધ ફાઈલ
૨. પરીક્ષાની જવાબદારીની ફાઈલ
૩. પત્ર વ્યવહારની ફાઈલ
૪. રજા રીપોર્ટની ફાઈલ



રવિવાર, 12 ઑગસ્ટ, 2012

પ્રેરક વાત

સૂતા પહેલા એકવાર જરૂર વાંચજો !!કદાચ
કોઈ પ્રશ્નનો જવાબ મળી જાય !!
એક મોટા શહેરની ઝૂંપડપટ્ટીમાં એક
નાનો અપંગ છોકરો તેની વૃદ્ધ માતા સાથે
રહેતો હતો. ઘરમાં મા દીકરો બે જ
રહેતા હતા. ગરીબીને લીધે
છોકરો બુટપોલીશ
કરવા વહેલો ઘરેથી નીકળી જતો અને સાંજે
પાછો ફરતો. સાંજે પાછા ફરતાં ઘણીવાર
તેને મોડું થઈ જતું અને વૃદ્ધ
માતા કાગના ડોળે તેની આવવાની રાહ
જોઈને ખાધાપીધા વગર બેસી રહેતી. અપંગ
છોકરો રોજ બસ સ્ટેન્ડ, સ્ટેશન કે
મોટી હૉસ્પિટલમાં જતો અને ચંપલ -
બૂટની પોલિશનું કામ કરતો.
રોજના ક્રમ અનુસાર એક દિવસ તે
હૉસ્પિટલમાં જઈ ચઢ્યો. પ્રતિક્ષાખંડમાં
ઘણા દર્દીઓ અને સગાંઓ રાહ
જોતા બેઠેલા હતા. છોકરાને આવેલો જોઈ
ત્યાં બેઠેલી રિસેપ્નીસ્ટને તે ગમ્યું નહીં. તેણે
મોટા અવાજે છોકરાને કહ્યું : ‘હજુ ગઈકાલે
તો તને આવવાની ના પાડી હતી, આજે
ફરી કેમ આવ્યો ? ઘણીવાર વોચમેનને તે
બોલાવતી અને વોચમેન ઘણીવાર તેને
મારીને કાઢી મૂકતો. છોકરાને આ અનુભવ
રોજનો હતો. છતાં કોઈ રાહ
જોતા દર્દીઓના સગા ઘણીવાર સમય
પસાર કરવા કે વાતો કરવા છોકરાને
બૂટપોલિશનું કામ આપતા. છોકરો વોચમેન
કાઢી મૂકે ત્યારે જતો રહે અને બીજે દિવસે
ફરી આવે.
આજે એક ભાઈ ગંભીર
માંદગીમાં પટકાયેલા પોતાના દીકરાને
લઈને આવેલા. પોતાનો આ દીકરો અસાધ્ય
રોગમાંથી બચશે કે નહીં તેની ચિંતા પતિ-
પત્નીના ચહેરા પર દેખાતી હતી. તેઓ ખૂબ
ઉદાસીન લાગતા હતા. અગાઉ પણ તેમણે આ
છોકરાને અહીં ઘણીવાર જોયેલો એટલે તેઓ
છોકરા સાથે વાતોએ વળગ્યા અને
સ્વાભાવિક રીતે એને પૂછ્યું કે આ લોકો તને
હડધૂત અને અપમાન કરીને કાઢી મૂકે છે તો તું
કેમ આવે છે ? જવાબમાં છોકરાએ કહ્યું કે :
‘સાહેબ, આ લોકો એમનું કામ કરે છે અને ફરજ
બજાવે છે; તેવી રીતે હું મારું કામ કરું છું.
તેમાં મને કંઈ ખોટું લાગતું નથી. જેનું કામ જે
હોય તે કરવા દો.’ છોકરો આગળ
કહેવા લાગ્યો કે ‘ગઈકાલે હું ઘેર
મોડો પહોંચેલ તેથી મારી મા ચિંતા કરીને
અડધી થઈ ગઈ હતી કે મારા દીકરાને
પાછા આવતા રસ્તામાં કોઈ અકસ્માત
તો નહીં થયો હોય ને ? આજુબાજુવાળાને પણ
પૂછી આવી. મેં તેને કહ્યું કે જેનું કામ જે કરે છે
તેને કરવા દો. તું ઘરે ખાવાનું બનાવે છે,
જો હું તે કરું તો તને સહેજ પણ ગમે ? તું મને
કરવા દે ખરી ? જેમ હું તને કરું તે તને ગમે
નહીં તેમ મારું ધ્યાન-ચિંતા કરવાનું કામ
ઈશ્વરનું છે, તે કામ તું કરવા જઈશ તો શું
ભગવાનને તે ગમશે ?’
એક નાના બૂટ-
પોલિશવાળા છોકરાની જીવન પ્રત્યેની આ
ગૂઢ ફિલસૂફી સાંભળી ભાઈને
ઝબકારો થયો કે એ એક
નાનો સરખો છોકરો આ વાત સારી રીતે
સમજી શકતો હોય તો મારા જેવા ભણેલાએ
પણ મારા છોકરાની ચિંતા કરવાનો કોઈ
અર્થ નથી. ત્યારથી નક્કી કર્યું કે મારે
મારું કામ-ફરજ અદા કરવી કે છોકરાને
સારામાં સારી સારવાર અપાવવી. બીજું
કામ ઈશ્વરનું છે. તે તેને જ કરવા દઈએ તે જ
ઈશ્વરને ગમશે. આ વિચાર મારો જીવનમંત્ર
બની ગયો અને જીવનમાં ઈશ્વરનું કામ
ઈશ્વરને સોંપીને હવે હું તનાવ-ચિંતા મુક્ત
થઈ ગયો. ઈશ્વરની જવાબદારી ઈશ્વરને
સંભાળવા દો.
...આપણે આ સૃષ્ટિના જનરલ મેનેજર નથી તેનું
ધ્યાન રાખવાનું કામ ઈશ્વરનું છે એટલે
તેની ચિંતા તેને કરવા દ

રવિવાર, 5 ઑગસ્ટ, 2012

આરોગ્ય મંત્ર

ચોમાસે અજમો,લસણ ભલા
પણ બારે માસ ત્રિફલા ભલા
ખાય જે બાજરી ના રોટલા અને મૂળા ના પાન
શાકાઆહારને લીધે, તે ઘરડા પણ થાય જવાન.
રોટલા, કઠોળ અને ભાજી,તે ખાનારની તબીઅત તાજી,
મૂળો, મોગરી, ગાજર ને બોર, જે ખાય રાતે તે રહે ન રાજી.
હિંગ, મરચું અને આમલી, સોપારી અને તેલ,
શોખ હોય તો પણ, સ્વાસ્થ્ય માટે પાંચે વસ્તુ મેલ.
આદુ રસ ને મધ મેળવી,ચાટે જો પરમ ચતુર,
શ્વાસ, શરદી,અને વેદના ભાગે તેના જરૂર.
ખાંડ, મીઠું અને સોડા, એ ત્રણ સફેદ ઝેર કહેવાય,
નિત ખાવા,પીવામાં એ વિવેકબુદ્ધિથી જ વપરાય.
ફણગાવેલા કઠોળ જે ખાય,તે લાંબો,પોહળો અને તગડો થાય,
દૂધ,સાકર,એલચી,વરીયાળી અને દ્રાક્ષ, એ ગાનારા સૌ ખાય.
લીંબુ કહે-હું ગોળ ગોળ, ભલે રસ છે મારો ખાટો,
સેવન કરો જો મારું તો, પિત્ત ને મારું હું લાતો.
ચણો કહે-હું ખરબચડો, પીળો પીળો રંગ જણાય,
ચણાદાળ ને ગોળ જે ખાય, તે ઘોડા જેવો થાય.
મગ કહે-હું લીલો દાણો અને મારે માથે ચાંદુ,
જો બે ચાર મહીના ખાય તો માણસ ઉઠાડું માંદુ.
કારેલું કહે- કડવો, કડવો હું અને મારે માથે ચોટલી,
રસ જો પીએ મારો,ડાયાબીટીસની બાંધુ ચોટલી.
આમલી કહે-મારામાં ગુણ એક જ,પણ અવગુણ છે પુરા ત્રીસ,
લીંબુ કહે-મારામાં અવગુણ એક નહીં, પણ ગુણ છે પુરા વીસ.
ઉનાળો જોગીનો, શિયાળો ભોગીનો ને ચોમાસુ રોગીનું,
શાકાઆહારી જે જન રહે,દર્દ નામ કદી ન લે એ જોગીનું.

TET ANSWER KEY