મંગળવાર, 6 ઑગસ્ટ, 2013

એન્ડ્રોઇડ એપ્લીકેશન

  જે રીતે કોમ્પુટર માં ફટાફટ ગુજરાતી લખાય છે  તેવી રીતે મોબાઈલમાં ગુજરાતી લખાય તો કેવી મજા પડી જાય : તેના માટેની લીંક મુકેલી છે. તે  એપ્લીકેશન ડાઉનલોડ કરો.

 U KEY BORD    (ક્લિક  કરો.)

હવે  જે પેજ ખુલે તેમાં તમારે જી મેઈલ એકાઉન્ટ થી સાઈન થવું પડશે.. એ જ મેઈલ એકાઉન્ટ થી સાઈન થાઓ જેનાથી તમે તમારાં  એન્ડ્રોઇડને  કન્ફીગેર કર્યો હોય.હવે તમે ઇન્સ્ટોલ ક્લિક કરશો એટલે એપ્લીકેશન તમાર ફોન પર ડાઉનલોડ થવાની શરુ થશે.. ડાઉનલોડ થઇ જાય એટલે તેમાં ગુજરાતી ભાષા પસંદ કરો.સેટિંગમાં જઈ યુ કીબોર્ડ ને એક્ટીવ કરી દો... હવે જયો લખવાનું હોય ત્યાં પ્રેસ કરી INPUT METHOD  માં જઈ U KEYBORD પસંદ કરો ... હવે ગુજરાતી લખાશે......

 


રવિવાર, 28 જુલાઈ, 2013

ધોરણ ૬ થી ૮


 ગાંધીનગર જીલ્લા માં ઉચ્ચતર પ્રાથમિક વિભાગ માટે વિષયવાર જિલ્લાફેર બદલી  માટે શ્રેયાન  યાદી ડાઉનલોડ કરવા માટે ડાઉનલોડ મેનુમાં મુકેલ છે.

મંગળવાર, 9 જુલાઈ, 2013

ઓનલાઈન રીટર્ન ફાઈલ

મિત્રો -  ઓનલાઈન રીટર્ન ભરવાનું ખૂબજ સરળ છે. નાણાકીય વર્ષ  વર્ષ ૨૦૧૨ -૧૩ નું ઓનલાઈન ઈ - રીટર્ન ફાઈલ કરવા નીચેની લિંક પર ક્લીક કરી New User  - Register Now  પર જઈને individual પર ક્લીક કરી આપના પાનકાર્ડ નંબરની મદદથી એકાઉન્ટ બનાવો. ત્યારબાદ આપ જ્યાં નોકરી કરો છો તે સંસ્થા દ્વારા આપવામાં આવેલ ફોર્મ નંબર  ૧૬ અથવા ૧૬ એ  લઈને ખૂબજ ઝડપથી ઓનલાઈન રીટર્ન ફાઈલ કરી શકાય છે.
ફાયદા -  આપના એકાઉન્ટમાં રીટર્ન તથા તેની એક્નોલેજમેન્ટ કોપી પીડીએફ ફાઈલમાં  તરતજ સેવ થાય છે. રીફંડ જમા થયેલ છે કે કેમ તેની જાણકારી સરળતાથી મળી શકે છે. સમય તથા નાણાનો બચાવ થાય છે. ટેક્ષની વધઘટ ચૂકવણી પણ જે તે બેંક દ્વારા ચલણ નંબર  ૨૮૦ ( સેલ્ફ એસેસમેંટ ) તથા ચલણ નંબર ૨૮૧ ( સંસ્થા ટાન નંબર દ્વારા ) સરળતાથી ભરી શકાય છે. ભરેલ ચલણની તરતજ પ્રિંટ કાઢી શકાય છે. ફોર્મ નંબર ૨૬એએસ ( ટેક્ષ ક્રેડિટ ) જોઈ શકાય છે.  

સોમવાર, 10 જૂન, 2013

પ્રાથમિક શાળા

***ગુજરાતની એકપણ પ્રાથમિક શાળાબંધ કરવામાં આવશે નહીં***

***ગુજરાતની એકપણ પ્રાથમિક શાળાબંધ કરવામાં આવશે નહીં*** - શિક્ષણ વિભાગ જીસીઆરટીમાં આજે મળેલી બેઠકમાં નિર્ણય રાજ્યની પ્રાથમિક આશરે ૮પ૦૦ જેટલી પ્રાથમિક શાળાઓમાં ઓછી સંખ્યા હોવાથી તેને બંધ કરીને નજીકની શાળામાં ભેળવવાની તજવીજહાથ ધરવામાં આવી હતી. એકથી ત્રણ કિમીની સુધીની શાળામાં ૧૦૦થી ઓછા વિદ્યાર્થી ધરાવતી શાળાઓનેમર્જ કરવાની કાર્યવાહી હાથ ધરાઇ હતી. કેટલીક શાળાઓમાં આંગળીના ટેરવે ગણી શકાય તેટલા વિદ્યાર્થીઓ હોવાથી આવી શાળાઓને પણ બંધ કરવાની વિચારણા કરાઇ હતી. આ સંદર્ભે આજે જીસીઇઆરટીમાં પ્રાથમિક શિક્ષણ અગ્રસચિવની આગેવાનીમા મળેલી એકબેઠકમાં તમામ શાળાઓને ચાલુ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે"

CPF કપાત ઓનલાઈન

શું આપ આપની CPF કપાત ઓનલાઈન જોવા ઈચ્છો છો તો તે માટે નીચે પ્રમાણે પગલાને અનુસરો.

પગલું - 1     આપને મળેલ  PRAN  KIT  ને ખોલી તેમાંથી એક  બંધ કવર                      ખોલો તેમાં  ત્રણ પાસવર્ડ નીચે મુજબ  હશે.    
                             1.    12 અંકનો પ્રાણ નંબર 
                             2.    I  PASSWORD ( Internet Password )
                             3.    T PASSWORD ( Teliphonik Password ) 
     પ્રથમ બે પાસવર્ડ  પ્રાણનંબર અને આઈ પાસવર્ડ બરાબર જુઓ. 

પગલું - 2      અહી નીચે દર્શાવેલ વેબસાઈટ લિંક પર ક્લીક કરો 



પગલું - 3      વેબસાઈટની ડાબી બાજુના Subscribers પોપઅપ                                    મેનુમાં  User Id  ના ખાનામાં  ૧૨અંકનો પગલા 1 માં બતાવેલ પ્રાણ નંબર અને Password ના ખાનામાં આઈ પાસવર્ડ લખી નીચે  સબમીટ બટન પર ક્લીક કરો. પ્રથમ વખતે ખોલશો તો નીચે  I accept બટન પર ક્લીક કરવાનું કહેશે.  ત્યારબાદ આપનો પાસવર્ડ બદલવાનું કહેશે. તે માટે      હાલનો (કરંટ) પાસવર્ડ તથા આપ જે ઈચ્છતા હોય  તે નવો પાસવર્ડ બે વાર લખી અન્ય ખાના ભરી ક્લીક કરો અને    ફરી નવેસરથી પ્રાણનંબર અને  આપના નવા પાસવર્ડથી લોગીન  થાઓ.  

પગલું - 4     આપના એકાઉન્ટમાં આપ  બીજા  Account Details માં જઈને                     Personal Details ,Statements Of  Holding ,Statements  Of Tranaction જોઈ શકો છો તથા પ્રિંટ કરી શકો છો. 

શુક્રવાર, 15 માર્ચ, 2013

ગુણોસ્તવ કાર્યક્રમ


ગુણોસ્તવ કાર્યક્રમ સંભવિત એપ્રિલના બીજા સપ્તાહ માં યોજવાનો હોવાથી વાર્ષિક પરિક્ષા તારીખ 15/4/13 પછી  યોજવાનો  જી.પ્રા.શિ.ઓનેઆદેશ કરવામાં આવ્યો છે.

મંગળવાર, 1 જાન્યુઆરી, 2013

LTC અંતર્ગતના બધાજ પરિપત્રો

LTC  ( Leave Travel Concession ) - અંતર્ગતના બધાજ પરિપત્રો


ઘણા મિત્રો પૂછે છે કે હાલ LTC બ્લોક ચાલે છે કે કેમ ? મિત્રો, હું જાણું છું તે મુજબ  ૨૦૦૮-૧૧ નો LTC બ્લોક નાણા વિભાગના ૧૧-૧૦-૧૯૯૯ ના ઠરાવ ક્રમાંક મસબ/૧૦૯૯૯/૧૨૫૩(ચ)ની જોગવાઈ મુજબ આપમેળે એક વર્ષ લંબાઈ ગયેલ છે. તથા ૨૦૧૨-૧૫ નો નવો બ્લોક પણ આ ઠરાવ મુજબ ચાલુ થઈ ગયેલ કહેવાય. આ પરિપત્ર અહિ સામેલ છે. તે ડાઉનલોડ કરવા લખાણ પર ક્લીક કરો.  

LTC ના નવા બ્લોક અંતર્ગત પરિપત્ર  

 LTC પ્રવાસ માટે શીપ ( દરિયાઈ) અને હવાઈ બંને મુસાફરી માન્ય છે. તે અંતર્ગતનો પરિપત્ર જોવા નીચે લખાણ પર ક્લીક કરો 

હવાઈ મુસાફરી અંતર્ગત પરિપત્ર  

દરિયાઈ મુસાફરી માટેનો પરિપત્ર  


હું જાણું છું ત્યાં સુધી નાણા વિભાગના તા. ૧૫/૦૧/૨૦૧૦ તથા ૦૨/૦૨/૨૦૧૦ ના પે સેલના જી.આર. મુજબ ૧૦ દિવસની રજાઓનું એલ.ટી.સી. માં જવા માટે નવા પગાર ધોરણ મુજબ રોકડમાં પણ રૂપાંતર થાય.તથા આ ૧૦ દિવસની રજા ૩૦૦ રજાઓમાંથી કપાત થાય નહિ. આ હેતુ માટે ૧૦ દિવસનો પ્રવાસ કરવો જરૂરી નથી. જી.આર જોવા નીચેના લખાણ પર ક્લીક કરો.

 રજા અંતર્ગત ૦૨/૦૨/૨૦૧૨નો પરિપત્ર 

રજા અંતર્ગત ૧૫/૦૧/૨૦૧૦નો પરિપત્ર