શનિવાર, 11 ઑગસ્ટ, 2012
રવિવાર, 5 ઑગસ્ટ, 2012
આરોગ્ય મંત્ર
ચોમાસે અજમો,લસણ ભલા
પણ બારે માસ ત્રિફલા ભલા
ખાય જે બાજરી ના રોટલા અને મૂળા ના પાન
શાકાઆહારને લીધે, તે ઘરડા પણ થાય જવાન.
રોટલા, કઠોળ અને ભાજી,તે ખાનારની તબીઅત તાજી,
મૂળો, મોગરી, ગાજર ને બોર, જે ખાય રાતે તે રહે ન રાજી.
હિંગ, મરચું અને આમલી, સોપારી અને તેલ,
શોખ હોય તો પણ, સ્વાસ્થ્ય માટે પાંચે વસ્તુ મેલ.
આદુ રસ ને મધ મેળવી,ચાટે જો પરમ ચતુર,
શ્વાસ, શરદી,અને વેદના ભાગે તેના જરૂર.
ખાંડ, મીઠું અને સોડા, એ ત્રણ સફેદ ઝેર કહેવાય,
નિત ખાવા,પીવામાં એ વિવેકબુદ્ધિથી જ વપરાય.
ફણગાવેલા કઠોળ જે ખાય,તે લાંબો,પોહળો અને તગડો થાય,
દૂધ,સાકર,એલચી,વરીયાળી અને દ્રાક્ષ, એ ગાનારા સૌ ખાય.
લીંબુ કહે-હું ગોળ ગોળ, ભલે રસ છે મારો ખાટો,
સેવન કરો જો મારું તો, પિત્ત ને મારું હું લાતો.
ચણો કહે-હું ખરબચડો, પીળો પીળો રંગ જણાય,
ચણાદાળ ને ગોળ જે ખાય, તે ઘોડા જેવો થાય.
મગ કહે-હું લીલો દાણો અને મારે માથે ચાંદુ,
જો બે ચાર મહીના ખાય તો માણસ ઉઠાડું માંદુ.
કારેલું કહે- કડવો, કડવો હું અને મારે માથે ચોટલી,
રસ જો પીએ મારો,ડાયાબીટીસની બાંધુ ચોટલી.
આમલી કહે-મારામાં ગુણ એક જ,પણ અવગુણ છે પુરા ત્રીસ,
લીંબુ કહે-મારામાં અવગુણ એક નહીં, પણ ગુણ છે પુરા વીસ.
ઉનાળો જોગીનો, શિયાળો ભોગીનો ને ચોમાસુ રોગીનું,
શાકાઆહારી જે જન રહે,દર્દ નામ કદી ન લે એ જોગીનું.

શુક્રવાર, 13 જુલાઈ, 2012
ધો-૬ થી ૮ ગુજરાતી કવિતાઓ
નમસ્કાર મિત્રો,
અત્રે ધોરણ-૮ ના નવા પાઠ્યપુસ્તકની કવિતાઓની ઓડિયો લીંક મુકેલ છે. જે પ્રાથમિક મિશ્રશાળા મોટી પાવડના શિક્ષક મિત્ર શ્રી નીમેષભાઈ આર સથવારા દ્વારા મોટી પાવડ શાળાની બાળાઓ તથા તેમના સ્ટાફ મિત્રોના સહકારથી રેકોર્ડીગ કરવામાં આવેલ છે. ભાઈ શ્રી નીમેશભાઈ તથા મોટી પાવડ પ્રાથમિક શાળા પરિવારને ખુબ ખુબ ધન્યવાદ. ભાઈ શ્રી હવે પછી ધોરણ ૬ અને ૭ ની કવિતાઓ પણ આ રીતે તૈયાર કરનાર છે. જે તૈયાર થયે અત્રે રજુ કરવામાં આવશે.
મોટી પાવડ પ્રાથમિક શાળા,તા.થરાદ, જી.બનાસકાંઠા
માર્ગદર્શક :- શ્રી નિમેશ આર. સથવારા.વિદ્યાર્થીઓ ના નામ:-
(૧) ચૌધરી કપીલાબેન રસેંગાભાઈ
(૨) ચૌધરી પાર્વતીબેન હરજીભાઈ
(૩) પરમાર નિધીબેન ભાવેશસિંહ
(૪) રાઠોડ વિમળાબેન નીલાભાઈ
(૫) રાઠોડ શિલ્પાબેન મશરુભાઇ
(૬) રાઠોડ સુરેખાબેન માવજીભાઈ
(૭) રાઠોડ જગદીશભાઈ રાજાભાઈ
(૮) રાઠોડ બળદેવભાઈ જેહાભાઇ
૧.એક જ દે ચિનગારી download
૨.ધૂળિયો મારગ download
૩.આભમાં ઝીણી ઝબુકે વીજળી download
રવિવાર, 8 જુલાઈ, 2012
શ્રી નિવાસ રામાનુજન
ભારતના મહાન ગણિતશાસ્ત્રી શ્રી નિવાસ રામાનુજનનો જન્મ ઇ.સ.1887 માં તામિલનાડુ પાસેના એરોડ ગામમાં થયો હતો. ગણિતના અભ્યાસના પુસ્તકો મેળવીને ઘરે અભ્યાસ કરતા ને પોતાની બુદ્ધિપ્રતિભાથી તેઓ ગણિતના પ્રશ્નોના ઉત્તર નવી નવી તરકીબથી કરતા હતા. દશકાઓથી સાબિત નહીં થયેલા ગણિતના કેટલાક અતિ કઠિન પ્રશ્નો સરળ રીતે તેમણે સાબિત કરી આપ્યા. એમની સ્મરણ શક્તિ અનન્ય હતી. સંખ્યાઓને યાદ રાખવી એમના માટે રમત હતી. એમનામાં એક અદ્વિતીય મૌલિકતા તથા વિચિત્ર પ્રતિભા હતી. પ્રો.જી.એચ. હાર્ડીએ ગણિતના સંશોધન માટે સગવડ આપી. તેમના વિશે પ્રો.હાર્ડીએ લખ્યું છે કે : રામાનુજન નિ:સંદેહ આધુનિક સમયના સર્વશ્રેષ્ઠ ભારતીય ગણિતજ્ઞ છે. તેમની કાર્યપદ્ધતિ સર્વથા નવીન અને વિલક્ષણ છે’. ઇંગ્લેન્ડમાં રહ્યા તે સમયમાં વિશ્વભરની અનેક સંસ્થાઓને તેમનું વારંવાર ભવ્ય સન્માન કોઇ ભારતીય ગણિતજ્ઞ વિદ્વાનનું કદી થયું ન હતું. શારીરિક માનસિક શ્રમને કારણે તેમને ક્ષય રોગ લાગુ પડ્યો. સારવાર કારગત નીવડી નહીં. માત્ર 32 વર્ષની વયે આ વિદ્વાન જયોતિપુંજ 26/4/1920 ના રોજ મહાજયોતિમાં ભળી ગયો. રામાનુજન જગતના ગણિત નભોમંડળમાં એક ધૂમકેતુની જેમ અચાનક આવ્યા, આંજી નાખે તેવા તેજથી થોડાંક વર્ષ પ્રકાશ્યા અને ધૂમકેતુની જેમ જ અકાળે વિદાય થઇ ગયા.
બુધવાર, 4 જુલાઈ, 2012
ONLINE TEST
ઓનલાઈન ટેસ્ટ
મિત્રો , અહી સ્પર્ધાત્મક પરીક્ષાઓ જેવી કે TAT, TET, GPSC,UPSC,કોન્સ્ટેબલ,PSI, BANK EXAM, CCC Exam, વગેરે પરીક્ષાઓની તૈયારી માટેની વેબસાઈટ ની લીંક મુકેલ છે. જે આપ સૌ ને ખુબ જ મદદરૂપ થશે.
ઓનલાઈન ટેસ્ટ આપવા માટે અહી ક્લિક કરો. click here
આના પર સબ્સ્ક્રાઇબ કરો:
પોસ્ટ્સ (Atom)