રવિવાર, 12 ઑગસ્ટ, 2012

પ્રેરક વાત

સૂતા પહેલા એકવાર જરૂર વાંચજો !!કદાચ
કોઈ પ્રશ્નનો જવાબ મળી જાય !!
એક મોટા શહેરની ઝૂંપડપટ્ટીમાં એક
નાનો અપંગ છોકરો તેની વૃદ્ધ માતા સાથે
રહેતો હતો. ઘરમાં મા દીકરો બે જ
રહેતા હતા. ગરીબીને લીધે
છોકરો બુટપોલીશ
કરવા વહેલો ઘરેથી નીકળી જતો અને સાંજે
પાછો ફરતો. સાંજે પાછા ફરતાં ઘણીવાર
તેને મોડું થઈ જતું અને વૃદ્ધ
માતા કાગના ડોળે તેની આવવાની રાહ
જોઈને ખાધાપીધા વગર બેસી રહેતી. અપંગ
છોકરો રોજ બસ સ્ટેન્ડ, સ્ટેશન કે
મોટી હૉસ્પિટલમાં જતો અને ચંપલ -
બૂટની પોલિશનું કામ કરતો.
રોજના ક્રમ અનુસાર એક દિવસ તે
હૉસ્પિટલમાં જઈ ચઢ્યો. પ્રતિક્ષાખંડમાં
ઘણા દર્દીઓ અને સગાંઓ રાહ
જોતા બેઠેલા હતા. છોકરાને આવેલો જોઈ
ત્યાં બેઠેલી રિસેપ્નીસ્ટને તે ગમ્યું નહીં. તેણે
મોટા અવાજે છોકરાને કહ્યું : ‘હજુ ગઈકાલે
તો તને આવવાની ના પાડી હતી, આજે
ફરી કેમ આવ્યો ? ઘણીવાર વોચમેનને તે
બોલાવતી અને વોચમેન ઘણીવાર તેને
મારીને કાઢી મૂકતો. છોકરાને આ અનુભવ
રોજનો હતો. છતાં કોઈ રાહ
જોતા દર્દીઓના સગા ઘણીવાર સમય
પસાર કરવા કે વાતો કરવા છોકરાને
બૂટપોલિશનું કામ આપતા. છોકરો વોચમેન
કાઢી મૂકે ત્યારે જતો રહે અને બીજે દિવસે
ફરી આવે.
આજે એક ભાઈ ગંભીર
માંદગીમાં પટકાયેલા પોતાના દીકરાને
લઈને આવેલા. પોતાનો આ દીકરો અસાધ્ય
રોગમાંથી બચશે કે નહીં તેની ચિંતા પતિ-
પત્નીના ચહેરા પર દેખાતી હતી. તેઓ ખૂબ
ઉદાસીન લાગતા હતા. અગાઉ પણ તેમણે આ
છોકરાને અહીં ઘણીવાર જોયેલો એટલે તેઓ
છોકરા સાથે વાતોએ વળગ્યા અને
સ્વાભાવિક રીતે એને પૂછ્યું કે આ લોકો તને
હડધૂત અને અપમાન કરીને કાઢી મૂકે છે તો તું
કેમ આવે છે ? જવાબમાં છોકરાએ કહ્યું કે :
‘સાહેબ, આ લોકો એમનું કામ કરે છે અને ફરજ
બજાવે છે; તેવી રીતે હું મારું કામ કરું છું.
તેમાં મને કંઈ ખોટું લાગતું નથી. જેનું કામ જે
હોય તે કરવા દો.’ છોકરો આગળ
કહેવા લાગ્યો કે ‘ગઈકાલે હું ઘેર
મોડો પહોંચેલ તેથી મારી મા ચિંતા કરીને
અડધી થઈ ગઈ હતી કે મારા દીકરાને
પાછા આવતા રસ્તામાં કોઈ અકસ્માત
તો નહીં થયો હોય ને ? આજુબાજુવાળાને પણ
પૂછી આવી. મેં તેને કહ્યું કે જેનું કામ જે કરે છે
તેને કરવા દો. તું ઘરે ખાવાનું બનાવે છે,
જો હું તે કરું તો તને સહેજ પણ ગમે ? તું મને
કરવા દે ખરી ? જેમ હું તને કરું તે તને ગમે
નહીં તેમ મારું ધ્યાન-ચિંતા કરવાનું કામ
ઈશ્વરનું છે, તે કામ તું કરવા જઈશ તો શું
ભગવાનને તે ગમશે ?’
એક નાના બૂટ-
પોલિશવાળા છોકરાની જીવન પ્રત્યેની આ
ગૂઢ ફિલસૂફી સાંભળી ભાઈને
ઝબકારો થયો કે એ એક
નાનો સરખો છોકરો આ વાત સારી રીતે
સમજી શકતો હોય તો મારા જેવા ભણેલાએ
પણ મારા છોકરાની ચિંતા કરવાનો કોઈ
અર્થ નથી. ત્યારથી નક્કી કર્યું કે મારે
મારું કામ-ફરજ અદા કરવી કે છોકરાને
સારામાં સારી સારવાર અપાવવી. બીજું
કામ ઈશ્વરનું છે. તે તેને જ કરવા દઈએ તે જ
ઈશ્વરને ગમશે. આ વિચાર મારો જીવનમંત્ર
બની ગયો અને જીવનમાં ઈશ્વરનું કામ
ઈશ્વરને સોંપીને હવે હું તનાવ-ચિંતા મુક્ત
થઈ ગયો. ઈશ્વરની જવાબદારી ઈશ્વરને
સંભાળવા દો.
...આપણે આ સૃષ્ટિના જનરલ મેનેજર નથી તેનું
ધ્યાન રાખવાનું કામ ઈશ્વરનું છે એટલે
તેની ચિંતા તેને કરવા દ

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો