શનિવાર, 14 એપ્રિલ, 2012

એક વિદ્યાર્થીએ લખેલો નિબંધ ..

  એક વિદ્યાર્થીએ  લખેલો  નિબંધ .......
એક દિવસ એક શાળાના શિક્ષિકાએ પોતાના વિદ્યાર્થીઓને કહ્યું કેચાલો બાળકો આજે તમે એક નિબંધ લખીને મને આપો. નિબંધનો વિષય છે — " જો ભગવાન તમને કાંઇ માંગવાનું કહે તો.. ઇશ્વરની પાસે તમે શું માંગશો ??? ” બાળકોએ તો ઉત્સાહમાં આવી નિબંધ લખી આપ્યો. ત્યારબાદ શિક્ષિકા તે નિબંધો ઘેર તપાસવા લઇ ગયા. સાંજે જ્યારે તે નિબંધો તપાસી રહ્યા હતા. ત્યાં તેમના પતિ રૂમમાં આવ્યા નેજોયું તો તે શિક્ષિકા રડી રહ્યા હતા. તેમણે પૂછ્યું, " કેમ શું થયું??? કેમ રડો છો??? ” શિક્ષિકાએ કહ્યું, " હું મારા વિદ્યાર્થીઓનાં નિબંધો તપાસું છું " તેમના પતિને એક કાગળ આપતા તે બોલ્યાં’ “ જુઓ, તમે પણ આ નિબંધ વાંચી જુઓ " તેમના પતિએ નિબં ધ વાંચ્યો. તેમાં તે બાળકે લખ્યું હતું — ” હે ઇશ્વર જો તારે મને કાંઈ આપવું જ હોય તો તું મને ... ટેલીવીઝન (ટી.વી.) બનાવી દે. હું તેનું સ્થાન ગ્રહણ કરવા માંગું છું. હું ટી.વીની જેમઘરમાં રહેવા માંગું છું. જેને માટે ઘરમાં ખાસ જગ્યા હોય. મારી આસપાસ મારાં કુટુંબનાં તમામ સભ્યો હોય. અને સાચ્ચે જ હું ગંભીર રીતે આ કહું છું જેથી મારાકુટુંબનાં તમામ સભ્યોનું હું મારા તરફ જ ધ્યાન ખેંચી શકું. તેઓકોઇ પણ ખલેલ પાડ્યા વગર મને એકચિત્તે સાંભળે અને કોઇ સવાલો નપૂછે. જ્યારે ટીવી બંધ હોય ત્યારે પણ લોકો જેમ તેની ખાસ સંભાળ રાખે છે તેમ મારી પણ સંભાળરાખે. જ્યારે પપ્પા કામ પરથી ઘેર આવે ત્યારે તેઓ સખત થાકેલા હોવા છતાં હું ટીવી બની ગયો હોવાથી મને તેમની કંપની મળી રહે. અને હુંમારી મમ્મી જ્યારે દુઃખી હોય કે ટેન્શનમાં હોય ત્યારે મને અવગણવાને બદલે મને જ જોવા ઝંખે. અને…… મારી સાથે રહેવા માટે મારા ભાઇબહેનો લડાલડી કરે. હું તેવું અનુભવવા માંગું છું કે બધીજ વસ્તુઓ એક બાજુએ મૂકીને કુટુંબનાં સભ્યો મારા માટે સમય ફાળવે અને છેલ્લે મને ટી.વી બનાવી દો જેથી હું મારા કુટુંબનેસુખ, આનંદ આપી શકું અને તેમનું મનોરંજન કરી શકું.” હે ભગવાન હું બીજું કાંઇ નથી માંગતો પણ ઇચ્છુંછું કે તમે મને ટી.વી બનાવી દો... શિક્ષિકાની આંખોમાંથી ચોધાર આંસુ વહી રહ્યાં હતાં. તેમના પતિ બોલ્યા, " હે ભગવાન !!! બિચારું બાળક !!!! કેવા ભયાનક માતા-પિતા છે !! ” શિક્ષિકા ચોધાર આંસુ સારતાં પોતાના પતિની સામે જોયું અને દયામણા અવાજે બોલ્યા, ” આ નિબંધ આપણા દીકરાએ લખેલો છે.”

અબ્રાહમ લિંકનનો આચાર્યશ્રી ને પત્ર

અબ્રાહમ લિંકને તેના પુત્રને સ્કૂલમાં મૂક્યો ત્યારે આચાર્યશ્રી ને કરેલી ભલામણો
આદરણીય શિક્ષકશ્રી,

==>>    હું જાણું છુ કે તેને શીખવવું પડશે કે બધા માણસો ન્યાય પૂર્વક વર્તતા નથી અને ઘણા બધા માણસો સાચા હોતા પણ નથી  એને એ શીખવજો કે સમાજમાં જેમ લુચ્ચા અને સ્વાર્થી માણસો હોય છે એમ સારા માણસો પણ હોય છે.  તેવી જ રીતે સમર્પણની ભાવનાવાળા આગેવાનો પણ હોય છે. એને એ પણ શીખવજો કે દુશ્મન હોય છે તો સાથે સાથે સારા મિત્રો પણ હોય છે.  હું જાણું છુ કે આપને આ શીખવતા  સમય લાગશે પણ બની શકે તો શીખવજો કે સાચી રીતે કમાયેલો ડોલર મફતમાં મળેલા પાંચ ડોલર કરતા અનેક ગણો કીંમતી છે અને ખેલદિલીથી હારતા શીખવજો અને જીતવાનો આનંદ માનવાનું પણ શીખવજો. 
==>> એને અત્યારથી જ બોધ આપશો કે  ગુંડાઓને મહાત  કરવા એ સહેલું છે. તમારાથી બની શકે તો તેને પુસ્તકોની આ દુનિયામાં તેને સમાજ આપજો એને થોડોક નિરાતનો સમય પણ આપજો કે જેથી તે શાંતિથી એકલો બેસીને આકાશમાં ઉડતા પક્ષીઓ, સૂર્યના પ્રકાશમાં ગણગણતી મધમાખીઓ અને સુંદર લીલીછમ ટેકરીઓ ઉપર ઉગેલા અનુપમ પુષ્પોનું શાશ્વત રહસ્ય શોધવાનો આનંદ માણી શકે. શાળામાં એને એટલું જરૂર શીખવજો કે પરીક્ષામાં ચોરી કરી પાસ થવું એના કરતા નાપાસ થવું એ ઘણું વધારે માનભર્યું છે. 
==>>બીજા બધા એના વિચારો ખોટા છે એમ કહે તો પણ જો એ ખરેખર માનતો હોય કે એના વિચારો ખરા છે, તો એમાં શ્રધ્ધા રાખી એને સારા માણસો સાથે આકરી રીતે વર્તવાનું શીખવજો. મારા પુત્રમાં એ શક્તિ પણ હોય કે જો બધા જ જયારે પવન પ્રમાણે બદલાતા હોય ત્યારે તે ટોળાને અનુસરવા ને બદલે તે એકલ વીર બની શકે. 
==>>એને બધાની વાત શાંતિથી સાંભળવાની ટેવ પાડજો, પણ એ શીખવજો કે તેમાંથી સત્યની ચાળણીમાંથી ચાળીને જ સારું હોય તે જ ગ્રહણ કરે. તમારાથી બને તો તેને દુ:ખ માં પણ હસતા શીખવજો, એને એ પણ સમજાવજો કે આંસુ પાડવામાં કોઈ શરમ નથી. વક્ર દૃષ્ટિ વાળામાણસને તરછોડવાનું અને ખુશામતિયાઓથી ચેતવવાનું પણ શીખવજો, એને પોતાની બુદ્ધી અને શક્તિ ની વધારેમાં વધારે કીમત ઉપજાવતા શીખવાડજો, પણ પોતાના આત્મા અને હૃદયને પૈસા માટે વેચી ન દે તેવું પણ શીખવજો.  ટોળાની બુમોથી ઝુકી ન પડે અને તે સાચો છે એમ માનતો હોય તો અડગ ઉભો રહી  લડત આપે તેવું શીખવાડજો એને પ્રેમથી સાંભરજો પણ વધુ પડતા લાડ લડાવી બગાડશો નહિ, કારણ કે અગ્નિમાંથી તપીને જ લોખંડ પોલાદ બને છે.  એને અહીષ્ણું બનવાની હિમત આપજો. અને તેનામાં શક્તિશાળી બનવાની ધીરજ પણ કેળવજો. પોતાની જીતમાં અડગ વિશ્વાસ રાખતા પણ શીખવજો કારણ કે તેથી જ માનવજાતમાં એને અડગ વિશ્વાસ આવશે. હું જાણું છુ કે આ બધું જ શીખવવું અતિશય મૂશકેલ  છે, પણ હું આપને વિનંતી  કરું છુ કે તમારાથી આ અંગે જે પણ કંઈ કરી શકાય તે જરૂર કરજો. 
                                                                                                                                                                                     ==>> અબ્રાહમ લિંકન

શુક્રવાર, 6 એપ્રિલ, 2012

PRAGNA GEET

PRAGNA GEET
બનીએ પ્રજ્ઞાવાન
આપણે બનીએ પ્રજ્ઞાવાન
પ્રજ્ઞા દ્વારા આપણા સૌનું
વિકસતું રહે જ્ઞાન .....(2)
આપણે બનીએ પ્રજ્ઞાવાન
હળીમળીને શીખીએ સૌએ
અસહાય ના કોઈ ....
સૌ સંગાથે વધીએ આગળ
એ જ ખરું અનુષ્ઠાન ....(2)
આપણે બનીએ પ્રજ્ઞાવાન
સોનું-ચાંદી-રૂપિયા-સત્તા
અઢળક હોય ભલે ને ...
જેની પાસે શિક્ષણ સાચું
એ જ ખરાં ધનવાન ...(2)
આપણે બનીએ પ્રજ્ઞાવાન
જીવન સાર્થક બનતું એનું
ધ્યેય છે જેની પાસે ...
દ્રઢ નિશ્વયથી વધતાં આગળ
એ જ ખરાં બળવાન ...(2)
                                                                            આપણે બનીએ પ્રજ્ઞાવાન

શનિવાર, 31 માર્ચ, 2012

કાઝીરંગા નેશનલ પાર્ક



કાઝીરંગા નેશનલ પાર્ક





ચાલો ફરવા
કાઝીરંગા નેશનલ પાર્ક આસામના ગોલઘાટમાં આવેલો છે. આ પાર્ક એક જ શિંગડું ધરાવતા ગેંડા માટે જાણીતું છે. આ ઉપરાંત વાઘ પણ જોવા મળે છે. ટાઈગર પ્રોટેક્ટેડ એરિયામાં આ પાર્કનો સમાવેશ થાય છે. પક્ષીઓની વિવિધ જાતો પણ અહીં અસ્તિત્વ ધરાવે છે. ૧૯૭૪માં આ પાર્કને નેશનલ પાર્ક જાહેર કરવામાં આવ્યો હતો. ૪૩૦ ચોરસ કિમી એરિયામાં આ પાર્ક ફેલાયેલો છે. કાઝીરંગા નેશનલ પાર્ક દ્વારા દર વર્ષે એલિફન્ટ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવે છે.

ભારતનો વિશાળ ડેમઃ તહેરી


 

ભારતનો વિશાળ ડેમઃ તહેરી



ભારતમાં ખેતી માટે, વીજળી માટે અને પાણીનો સંગ્રહ કરવા માટે જુદા જુદા ડેમનું નિર્માણ કરવામાં આવ્યું છે. તહેરી ડેમ આ બધાં ડેમમાં પહેલું સ્થાન ધરાવે છે. તે એશિયાનો સૌથી મોટો ડેમ છે. તો ચાલો આજે આ ડેમની શાબ્દિક મુલાકાત લઇએ...
તહેરી ડેમ ઉત્તરાખંડમાં ભાગીરથી નદી પર બાંધવામાં આવ્યો છે.
તહેરી ડેમ ભારતનો સૌથી વિશાળ ડેમ છે. આ ડેમની લંબાઈ ૫૭૫ મીટર છે, પહોળાઈ ૨૦ મીટર અને પટની પહોળાઈ ૧,૧૨૮ મીટર છે.
૨૬૧ મીટરની ઊંચાઈ ધરાવતો આ ડેમ ભારતમાં પહેલું સ્થાન અને વિશ્વમાં આઠમું સ્થાન ધરાવે છે.
૨૦૦૬માં આ ડેમના પહેલા ભાગનું કામ પૂરું કરવામાં આવ્યું હતું. જ્યારે બીજા બે ભાગ નિર્માણરત છે.
આ ડેમ ૧,૦૦૦ મેગાવોટ વીજળી ઉત્પાદન કરવાની ક્ષમતા ધરાવે છે.
જે સરોવરમાં ડેમનું પાણી સંગ્રહાય છે તે ૨.૬ ક્યુબિક કિમી વિસ્તારમાં સંગ્રહાય છે.
દહેરાદૂન અને ઋષિકેશથી હવાઈ માર્ગે અને રેલવે દ્વારા આ ડેમ જોવા માટે પહોંચી શકાય છે.

રવિવાર, 25 માર્ચ, 2012

                                          બાળગીત


મમ્મા ઢીંગલ ઢીંગલ ઢીંગલ ,
પપ્પા ઢીંગલ ઢીંગલ ઢીંગલ 
હું તો ઢીં...ગ...લી....(૨)
કપડાં ધો ધો કરું , મારા હાથ દુ:ખી જાય (૨) મમ્મા ઢીંગલ
પોતું કર કર કરું, મારી કમર દુ:ખી જાય (૨)
મમ્મા ઢીંગલ
કચરો વાળ વાળ કરું, મારા હાથ દુ:ખી જાય (૨) મમ્મા ઢીંગલ
ચૂલો ફૂંક ફૂંક કરું, મારી આંખો દુ:ખી જાય (૨) મમ્મા ઢીંગલ


બટુકભાઈ કેવડા હતા રે (૨)
બટુકભાઈ આવડા હતા રે (૨)
બટુકભાઈ કેમ કરી પાણી પીતા’તા
બટુકભાઈ ઘટર ઘટર,
બટુકભાઈ ઘટર ઘટર પાણી પીતા’તા ... બટુકભાઈ
બટુકભાઈ કેમ કરી ખાણું ખાતા’તા
બટુકભાઈ ભચડ ભચડ,
બટુકભાઈ ભચડ ભચડ ખાણું ખાતા’તા... બટુકભાઈ
બટુકભાઈ કેમ કરી કચરો કાઢતા’તા
બટુકભાઈ આમ કરી,
બટુકભાઈ આમ કરી કચરો કાઢતા’તા... બટુકભાઈ
બટુકભાઈ કેમ કરી કપડાં ધોતા’તા
બટુકભાઈ આમ કરી,
બટુકભાઈ આમ કરી કપડાં ધોતા’તા... બટુકભાઈ
 
 
એક ઢિંગલી સોહાણી લટકા-મટકા કરતી જાય (૨)
કાને કુંડળ પહેરીને, નાકે નથણી પહેરીને
લટકા-મટકા કરતી જાય (૨) 
હાથે કંગન પહેરીને, પગે ઝાંઝર પહેરીને
લટકા-મટકા કરતી જાય (૨) 
પગે સેંડલ પહેરીને, ખભે પર્સ ભેરવીને
લટકા-મટકા કરતી જાય (૨)
 
 

આવકારો મીઠો આપજે રે


એજી તારા આંગણીયા પૂછીને જે કોઈ આવે રે.
                           આવકારો મીઠો આપજે રે.
એજી તારે કાને રે સંકટ કોઈ સંભળાવે રે,
                           બને તો થોડું કાપજે રે...

માનવીની પાસે કોઈ માનવી ન આવે રે.
એજી તારા દિવસની પાસે રે દુખિયા આવે રે.
                           આવકારો મીઠો...

કેમ તમે આવ્યા છો ? એમ નવ કહેજે રે.
એજી એને માથું રે હલાવી હોંકારો તું દેજે રે.
                           આવકારો મીઠો...

‘કાગ’ એને પાણી પાજે, સાથે બેસી ખાજે રે,
એજી એને ઝાંપા રે સુધી તું મેલવા જાજે રે.
                           આવકારો મીઠો...