કાઝીરંગા નેશનલ પાર્ક
ચાલો ફરવા
કાઝીરંગા નેશનલ પાર્ક આસામના ગોલઘાટમાં આવેલો છે. આ પાર્ક એક જ
શિંગડું ધરાવતા ગેંડા માટે જાણીતું છે. આ ઉપરાંત વાઘ પણ જોવા મળે છે. ટાઈગર
પ્રોટેક્ટેડ એરિયામાં આ પાર્કનો સમાવેશ થાય છે. પક્ષીઓની વિવિધ જાતો પણ
અહીં અસ્તિત્વ ધરાવે છે. ૧૯૭૪માં આ પાર્કને નેશનલ પાર્ક જાહેર કરવામાં
આવ્યો હતો. ૪૩૦ ચોરસ કિમી એરિયામાં આ પાર્ક ફેલાયેલો છે. કાઝીરંગા નેશનલ
પાર્ક દ્વારા દર વર્ષે એલિફન્ટ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવે છે.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો